તંત્ર નિંદ્રાઘીન:બાહી ગામે કુણ નદીમાંથી ગેરકાયદે થતું રેતી ખનન

શહેરા‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાહીની કુણ નદીમાથી ટ્રેક્ટરો દ્વારા રેતીની થતી ચોરી - Divya Bhaskar
બાહીની કુણ નદીમાથી ટ્રેક્ટરો દ્વારા રેતીની થતી ચોરી
  • તંત્રના આંખ મિંચામણાં, સરકારી તિજોરીને લાખોનું નુકસાન

બાહી ગામ પાસેથી પસાર થતી કુણ નદીમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનન ખનીજ માફીયાઓ દ્વારા કરાઇ રહ્યુ છે. નદીમાંથી બે રોકટોક ટ્રેકટરમાં રેતી ભરીને દિવસ દરમિયાન રોયલ્ટી પાસ વગર ખનીજ ચોરી કરી દર મહિને સરકારી તિજોરીને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન જઈ રહ્યું છે. અને ખાણ ખનીજ વિભાગ સહિત અન્ય સબંધિત તંત્ર દ્વારા આંખ મીંચામણા કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.

શહેરા તાલુકાના બાહી ગામ પાસે પસાર થતી કુણ નદીમાંથી પાછલા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ દ્વારા તંત્રના કોઈ પણ ડર વગર બેરોકટોક રેતી કાઢવામાં આવી રહી છે. આ નદીના વિસ્તારમાંથી ખનીજ માફિયાઓ દિવસ અને રાત્રિ દરમિયાન નદીમા ખાડાઓ પાડીને ગેરકાયદે રીતે રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના વાહનોમાં રોયલ્ટી પાસ વગર ભરીને જતા હોય છે. જેને કારણે સરકારી તિજોરીને વર્ષે દહાડે લાખો રૂપિયાનું આર્થિક નુકશાન જઈ રહ્યું છે.

ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ આંખ મીંચામણા કરવામાં આવતા નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યુ છે. રેતી ખનન કરનાર માફીયાઓ સામે અત્યારસુધીમા કોઈ જ કાર્યવાહી અહી કરવામાં નહી આવતા તેઓને તંત્રનો કોઈ પણ ડર રહ્યો નથી. વધુમાં કુણ નદીમાં લીઝ નહીં હોવા છતાં જે રીતે ગેરકાયદે રેતી ખનન થતું હોય અધિકારીઓ જાણતા હોવા છતાં આ સામે કાર્યવાહી કરવા કયા કારણથી ખચકાઈ રહ્યા છે તે વિચારવા જેવી બાબત છે.

અન્ય સમાચારો પણ છે...