કાર્યવાહી:શહેરાના 2 ગામમાંથી રૂ. 3.45 લાખના દારૂના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા

શહેરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ ~10,95,600 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

શહેરા તાલુકાના ખરેડિયા ગામે એક મકાનમાં શહેરા પોલીસે રેઈડ કરતા એક ઈસમ પોલીસને જોઈ ત્યાંથી ભાગવા જતા પોલીસે તેને દબોચી લીધો હતો. અને તેનું નામ ઠામ પૂછતાં પોતાનું નામ લાલાભાઈ રાયસિંગભાઈ નાયકા હોવાનું જણાવ્યું હતું. અને મકાનમાં તપાસ કરતા એક રૂમમાં સૂકા ઘાસના પૂળા હટાવીને જોતા વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટરીયા નંગ 672 મળી આવ્યા હતા.

જેની કી.રૂા.67200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બીજા અન્ય એક બનાવમાં શહેરા પી.આઈ રાહુલ રાજપુત પોલીસ ટુકડી સાથે મોરવા આઉટ પોસ્ટ વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ઉજડાના તળાવ ફળિયામાં રહેતો ભલાભાઈ ઉર્ફે ભનો અભેસિંહ ભોઈ વિદેશી દારૂ મંગાવી નવીવાડી ગામ પાસેથી પસાર થતી પાનમ નહેર પાસે કારટિંગ કરી રહ્યો છે અને હાલ તે ચાલુ હોવાનુ જણાવતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી જતા ત્યાં હાજર બે થી ત્રણ ઈસમો નો પીછો કરી ત્રણેવ ઈસમોને દબોચી લીધા હતા.

તેઓનું નામ ઠામ પૂછતાં ભલો ઉર્ફે ભનો અભેસિંહ ભોઈ રહે. ઉજડા, ઈશ્વર મનુભાઈ પરમાર રહે. બળેવિયા, જિલ્લો ખેડા તથા અરવિંદભાઈ રમણભાઈ પરમાર રહે. છાલીયેર,જિલ્લો વડોદરા હાલ રહે સેવાલીયા જણાવ્યું હતું. તથા ઉભેલી ગાડી તથા ટ્રેક્ટરની સાથેની ટ્રોલીમાં તપાસ કરતા ટ્રોલીમાં 58 પેટીઓ મળી હતી. જેમા કવાટરીયા નંગ 4128 મળ્યાં હતા. જેની કીંમત રૂા.2,78,400 તેમજ ટ્રેકટર તથા ટ્રોલી જેની કી.રૂા.4 લાખ તથા ગાડીની કીંમત રૂા.3.50 લાખ મળી કુલ રૂા.10,65,600નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને ત્રણે ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...