મારામારી:ખેતરમાં વાવેતરને લઇને બે કુટુંબ વચ્ચે મારામારી : 6થી વધુને ઇજા

શહેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ શહેરા રેફરલમાં સારવાર હેઠળ : અેકને વધુ સારવાર માટે ગોધરા ખસેડાયો

શહેરા તાલુકાના ખંટકપુરના મહુડી ફળિયામાં સર્વે 93/2ની જમીનમાં રાજેશ મંગળભાઈ પગી પોતાના પિતા અને કાકા સહિતના કુટુંબીઓ સાથે ખેતરમાં વાવેતર કરવા ગયા હતા. ત્યારે ગામના ભાથીભાઈ ખાંટ, લક્ષ્મણભાઈ ભાથીભાઈ ખાંટ, અર્જુનભાઈ નાથાભાઈ ખાંટ, ભલાભાઇ ફ્તાભાઈ ખાંટ તેમજ સોમાભાઈ નાથાભાઈ ખાંટ, નરસિંહ ભાઇ ભલાભાઇ ખાંટ સહિત અન્ય લોકો એક સંપ બનાવીને આવેલા અને તમે ખેતરમાં કેમ વાવેતર કરો છો તેમ કહીને ઝગડો કરવા માંડ્યા હતા.

જ્યારે રાજેશ મંગળ પગીએ આ જમીન અમારી છે અમે વાવેતર કરીશું તેમ કહેતાની સાથે ભાથીભાઈ સહિત આઠ જેટલા લોકો ગાળા ગાળી કરીને છૂટા હાથની મારા મારી સાથે લાકડી અને પાઇપ વડે માર મારવાનું શરૂ કરી દીધુ હતુ. જ્યારે ગુસ્સામાં આવીને લક્ષ્મણભાઈ ભાથીભાઈ ખાંટે હાથમાં રહેલ લાકડી રાજેશ પગીના કાકા ઉદાભાઈ કાળુભાઈ પગીના માથાના ભાગે મારી દેતા લોહી નીકળવાનુ શરૂ થઈ ગયુ હતુ.

ખેતરમાં વાવેતર કરવાના આ ઝગડામાં ઉદાભાઈ પગી, મંગળભાઈ પગી, બુનીબેન મંગળભાઈ પગી, લીલાબેન ઉદાભાઈ પગી, ભારત પગી, વિક્રમ પગી, રાજેશ પગી સહિતનાઓને શરીરે નાની મોટી ઈજા થતા તેઓ તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા તાલુકા મથક ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. જ્યારે ઉદાભાઈ પગીને શરીરના માથાના ભાગે વધુ ઈજા થઈ હોવાથી તેમને વધુ સારવાર અર્થે ગોધરા રીફર કરવામાં આવ્યા હતા. બે કુટુંબ વચ્ચેની બબાલનો મામલો પોલીસ મથક ખાતે પહોંચતા રાજેશ મંગળભાઈ પગીએ ભાથીભાઈ ઘમીરભાઈ ખાંટ, લક્ષ્મણ ખાંટ, સોમાભાઈ ખાંટ, પુના ભાઈ મોતી ભાઈ ખાંટ સહિત આઠ વ્યક્તિઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ એ કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...