શહેરા તાલુકાના મંગલીયાણા ગામે બાળ લગ્ન થઈ રહ્યા હોવાનું 181 પર ફોન આવ્યો હતો. ત્યારે 181ના અધિકારી દ્વારા ઘટના સ્થળે પહોંચી હતી. અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં શહેરા તાલુકાના દલવાળા ગામેથી જાન આવી હતી. જેમાં વરરાજાની ઉંમર દેખતા તે પુખ્ત વયના હોય જણાયું હતું પરંતુ કન્યા પક્ષે જોવા જતા કન્યાની ઉંમર 16 વર્ષની જણાઈ અાવી હતી.
પરંતુ 181ની ટીમને સ્થળ પર જોતા વર તથા કન્યા સહિત સંબંધીઅો મંડપ છોડી પલાયન થયા હતા. ત્યારબાદ 181ના અધિકારીઅે શહેરા પોલીસ તથા બાળ સુરક્ષાના અધિકારીઓને જાણ કરાતા તેઅો ઘટના સ્થળે પહોંચ્યા હતા.
શહેરા પોલીસ તથા બાળ સુરક્ષાના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી બાળ લગ્ન અટકાવ્યા હતા. અને બંને પક્ષો બાળ લગ્ન બંધ રાખવા સહમત પણ થયા હતા તથા બંને પક્ષો પાસેથી સોગંદનામું લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભવિષ્યમાં કાયદેસરની ઉંમર થશે ક્યારે લગ્ન કરશે તેમ જણાવ્યુ હતુ. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.