શહેરા તાલુકા પંચાયતમાં ગ્રામ રોજગાર સેવક તરીકે બોરીયા ગામનો ભરત ભુદરભાઈ કુંભાર નોકરી કરતો હતો. શહેરાના એક વિસ્તારમાં પોતાની પત્ની અને એક પુત્રી સાથે ભાડે ઘર રાખી રહેતા હતા. વખત જતા ઘર માલિકની ધો.12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાથે પ્રણયના તાર છેડી સગીરાને યૌન શોષણના ઇરાદે લગ્નની લાલચ આપી 23 ફેબ્રુઆરીના રોજ ચાલુ શાળા દરમિયાન ભગાડી ગયો હતો.
સગીરાના પિતા દ્વારા પુત્રીની ભાળ મેળવવા માટે અથાગ પ્રયત્નો કર્યા પોલીસનું શરણું લેતા ભરત ભુદરભાઈ કુંભાર વિરૂદ્ધ અપહરણ અને પોક્સો મુજબની ફરિયાદ નોંધાવી હતી. સતત 3 મહિના સુધી તત્કાલીન પી.આઈ નીતિન ચૌધરી તથા હાલના પી.આઈ રાહુલ રાજપૂત સુધીના અધિકારીઓ આ કેસની તેહ તક પહોંચી ઉકેલ લાવ્યા હતા. છેલ્લા એક મહિનાથી તેઓના નંબરની માહિતી મેળવી હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સ થકી તેઓ મહારાષ્ટ્રના મુંબઇ ખાતે એક ફેકટરીમાં કામ કરી રહ્યા હોવાની વિગતો સાંપડી હતી.
આથી શહેરા પોલીસના કર્મચારીઓ ચોક્કસ લોકેશન મેળવી મંગળવારે આરોપી ભરત અને સગીરાને પકડી શહેરા પોલીસ મથકે લાવી બુધવારના રોજ આરોપી ભરત અને સગીરાનું તબીબી પરીક્ષણ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા પોલીસ મથકના હે.કો.પ્રકાશ બારીઆ પો.કો. અશોકભાઈ તથા પો.કો લક્ષ્મણભાઈ ગઢવી શહેરા પી આઈ રાહુલ રાજપૂતની સૂચના અન્વયે છેલ્લા 1 અઠવાડિયાથી માયાવી નગરી મુંબઈના વસાઈ, ધારાવી જેવી ઝૂંપડપટ્ટી વિસ્તારને ઘમરોળી નાખ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.