તપાસ:ખટકપુર પાનમ નદીમાં ડૂબેલા શખસની લાશ મળી

શહેરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરા તાલુકાના ખટકપુર ગામના 55 વર્ષીય હીરાભાઈ મગનભાઈ નાયક ગામમાંથી પસાર થતી પાનમ નદીના કિનારે આવેલ કોતરમાં મંગળવારે માછલી મારવા ગયા હતા. તે સમય દરમિયાન તેઓ અચાનક કોતરના પાણીમાં ગરકાવ થયા હતા. જેની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકોએ ઘટના સ્થળે દોડી આવી પાનમ નદીના કોતરમાં હીરાભાઈની શોધખોળ હાથધરી હતી.

તથા ઘટનાની જાણ તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસને કરવામાં આવતાં તાલુકા વિકાસ અધિકારી, ડિઝાસ્ટર મામલતદાર, શહેરા પોલીસ તેમજ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી સહિતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાની મદદથી પાનમ નદીના કોતરના પાણીમાં ગરકાવ થયેલા હીરાભાઈ નાયકની ફરીથી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડી રાત સુધી પણ તેઓ મળી આવ્યા ન હતા.

બુધવારની વહેલી સવારે ફરીથી હીરાભાઈની શોધખોળ હાથ ધરાતાં ભારે જેહમત બાદ પાનમ નદીના કોતરમાંથી સ્થાનિક તરવૈયાઓને હીરાભાઈનો મૃતદેહ મળી આવતાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. બીજી તરફ હીરાભાઈનો મૃતદેહ મળી આવતા તેઓના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...