હત્યા કે આત્મહત્યા ?:દલવાડામાં માત્ર ત્રણ માસના લગ્ન જીવન બાદ પરિણીતાનો ગળાફંસો

શહેરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કે આત્મહત્યા ? શહેરા પોલીસે તપાસ શરૂ કરી

દલવાડાના ધોળી ફળિયાના રહેતા સંજયભાઈ વિક્રમભાઈ પટેલિયા જેઓનું લગ્ન 2022ના મે મહિનામાં ગોરાડા ગામે થયું હતું. જેમાં લગ્ન કર્યા બાદના પહેલા તેડવા ગયા ત્યારે ગામડી પંચાણુ કરી શિલ્પાને સાસરીયે મોકલવામાં આવી હતી.

જેમાં સંજય અને શિલ્પાના એક- બીજાના કારણે લડાઈ ઝઘડો થતો હતો. જેને લઈ શિલ્પા દ્વારા રવિવારના રોજ ઘરની પાસે આવેલા ઢાણીયામાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે સંજય દ્વારા જોતા દલવાડા ગામના સરપંચ વિક્રમભાઈને ટેલિફોનિક જાણ કરી હતી. ત્યારે સરપંચે શહેરા પોલીસ સ્ટેશન આવી શહેરા પોલીસને જાણ કરી હતી.

શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી તથા મૃતદેહ પીએમ અર્થે શહેરા ખસેડવામાં આવ્યો હતો. હાલ આ ઘટનામાં પક્ષ દ્વારા મર્ડરનો આક્ષેપ કરેલો હોવાનો જણાય આવ્યો હતો. હાલ તો શહેરા પોલીસ દ્વારા એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી મળી આવેલા પુરાવાઓને લઈ શું ઘટના બની છે ખરેખર આપઘાત છે કે મર્ડર તેના તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...