ઉગ્ર સ્વરૂપ:શહેરા પાલિકાના બે માજી પ્રમુખોનો શેરી ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો

શહેરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોરી બાંધવાની સામાન્ય વાતની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું

શહેરા પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ પ્રેમલતાબેનના મકાનને અડીને અન્ય પૂર્વ પાલિકા પ્રમુખ નારાયણભાઈ સોનીનું મકાન છે. તા. 10મેએ મહિલા પ્રમુખના પુત્રની વહુ ત્યાં કપડા સુકવી રહી હતી ત્યારે નારાયણ સોનીના ભાઈએ ત્યાં આવી ઘર પાસે બાંધેલી દોરી છોડી લેવાનું કહેતા પુત્રની વહુએ દોરી છોડવાની સંમતિ બતાવી દરમિયાનમાં અચાનક જ નારાયણભાઈના ભાઈએ ફરિયાદી તેમજ તેની ભાભી, ઘરના સભ્યને ગાળો બોલવા ઉપરાંત જાનથી મારવાની ધમકી આપી બાદ લાકડી અને હોકી જેવા હથિયારોથી ઉભેલી કારનો કાચ તોડી નાખ્યો હતો.

જે બાબતે ફરિયાદીએ પોલીસ મથકે પહોંચી નારાયણ સોની,ભાઈ તેમના પુત્ર અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો નારાયણભાઈએ પણ ફરિયાદ નોંધાવી જેમાં પોતાના મકાન પર નાના ભાઈ સાથે સાફ સફાઈ માટે ગયા હતા. ત્યારે પાડોશી દ્વારા મકાનની પાસે દોરી બાંધેલી અને ગાડી ઉભી રાખી હતી જેથી રસ્તો બંધ થતા દોરી છોડવાનું અને ગાડી હટાવવાનું જણાવતા ભૂતપૂર્વ મહિલા પાલિકા પ્રમુખ અને પતિ, બંને પુત્રોએ દોરી ન છોડવાનું અને ગાડી ન હટાવવાનું જણાવી અહીંયા આવવું નહીં નહિ તો જાનથી મારી નાખીશું અને સ્ત્રીઓના કાયદા છે. તો તમારી વિરુદ્ધ ફરિયાદ કરીશુંની ધમકી આપી હતી. હાલ તો પોલીસે બંને ભૂતપૂર્વ પ્રમુખ સહિત અન્ય 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...