નવા ગામે બહેનને મારઝુડ કરતા બનેવી અને સાળા વચ્ચે તકરાર થતાં બનેવીઅે હથિયાર વડે સાળાના ગળાના ભાગે મારી દેતાં સાળાનું મોત નિપજાવ્યું હતું. 2019માં શહેરા તાલુકાના સુરેલી ગામની સ્મિતાબેન રમેશભાઈ બારીઆના લગ્ન તાલુકાના નવાગામ નવી વસાહત ખાતે રહેતા રમણભાઈ બાલુભાઈ બારીઆ સાથે થયા હતા.
ગત તા. 14મી માર્ચે પતિ-પત્ની અને બંને બાળકો પિયરથી નવાગામ ખાતે પહોંચ્યા હતા, જ્યા સ્મિતાનો પતિ રમણભાઈ બારીઆ સાંજે ક્યાંકથી આવી પત્ની સ્મિતાને કટુ વેણ બોલતા સ્મિતાએ એવું ના બોલવા જણાવતા તેને મારવા લાગ્યો અને ગળુ દબાવી દીધેલ જ્યાંથી ગમે તે રીતે છુટી ગઈ હતી પરંતુ પતિએ અહીંથી ક્યાં પણ જઈશ તો મારી નાખવાની ધમકી આપી હતી,
પરંતુ સ્મિતાએ પિયર સુરેલી ફોન કરી પાછા લઈ જવા જણાવ્યું હતું, આથી થોડીવારમાં સ્મિતાના પપ્પા રમેશભાઈ ,કાકા રંગીતભાઈ અને તેનો ભાઈ પ્રકાશ તેને લઈ જવા આવતા સ્મિતાના પિતા અને ભાઈએ ઠપકો આપતા પતિ રમણ અને સસરા બાલુભાઈએ ઉશ્કેરાઈ જઈ લાડકી લઈ આવ્યા હતા,જ્યાં સાળા અને બનેવી વચ્ચે ઝપાઝપી થતાં સ્મિતા વચ્ચે છોડાવવા પડી હતી,
દરમિયાન સાળા એ પોતાના બનેવી ને દારૂ પીવાનો છોડતો ન હોય બહેનને લઈ જવા માટે આવ્યો હોવાનું જણાવી પોતાની મોટરસાયકલ પર બેસી જતા સ્મિતા ઘરની અંદર કપડા લેવા ગઈ તે વખતે ફરીથી સાળા બનેવી વચ્ચે ઝપાઝપી થવા લાગેલી અને આથી બંને ને છોડાવવા વચ્ચે પડતા સ્મિતાનો ભાઈ એકદમ મોટર સાયકલ પર ઢળી પડ્યો હતો અને ગળાના ભાગેથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું, જેથી 108 મારફતે શહેરા સરકારી દવાખાને લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે પ્રકાશને મૃત ઘોષિત કર્યો હતો,
ઘટનાની જાણ શહેરા પોલીસ મથકના પી.આઈ આર.કે. રાજપુતને થતાં તેઓએ પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને કાર્યવાહી કરી , પ્રકાશના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો, આ સમગ્ર મામલે સ્મિતા એ હત્યારા પતિ અને સસરા બાલુભાઈ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાવતા આરોપી હત્યારા બનેવી રમણ અને રમણના પિતા બાલુભાઈને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી.
મૃતક- હત્યારો બંનેએ હામા હાટિયું કરી લગ્નેતર સંબંધ નક્કી કર્યા હતાં
નવાગામે મૃતક પ્રકાશ અને હત્યારો રમણ બંનેએ રિવાજ મુજબ હામા હાટિયું કરી લગ્નેતર સબંધ નક્કી થયા હતા જેમાં મૃતક પ્રકાશે આરોપી રમણની બહેન સાથે, રમણે મૃતક પ્રકાશની બહેન સાથે લગ્ન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.