શહેરામાં કોગ્રેસના ઉમેદવારના સમર્થકોએ ભાજપ કાર્યકરો પર હુમલો કરતાં પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ટોળાંએ ભાજપના કાર્યકરને મારીને ઇજાઓ કરતાં શહેરા પોલીસ મથકે 6 સહિત 25 થી 50 ટોળાં સામે ગુનો નોંધાયો હતો. પોલીસે કોમ્બિંગ કરીને 4ને પકડી પાડયા હતા.
કોંગ્રેસના ઉમેદવાર કાર્યકરો સાથે બુધવારે શહેરા પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર ભરી પોતાના ગામ જતા હતા. ત્યારે લુણાવાડા હાઇવે તરફ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે નાંદરવાનો ભાજપ કાર્યકર રંગીતભાઈ પટેલ પ્રચાર અર્થે ગાડી લઇને ઉભો હતો. ત્યારે કોંગ્રેસ કાર્યકર ત્યાં આવી તેને ‘આપણાં ગામમાં રહી બી.જે.પી.નો પ્રચાર કરે છે’ કહી એક ટોળું ભાજપ કાર્યકર રંગીત પટેલને ખેંચી જઈ તેને મારવા લાગ્યા હતા.
તે સમયે ડી.સ્ટાફ પો.સ.ઈ એસ.એલ.કામોળ આવીને ગેરકાયદેસર કૃત્ય ન કરવા સમજાવ્યા બાદ પણ ટોળાએ પો.સ.ઈ સાથે ધક્કામુક્કી કરી ગાળો બોલતા હતાં. બેકાબુ ટોળાને કાબૂમાં લેવા ડી.સ્ટાફ પો.સ.ઈ કામોળે આખરે ટોળાને વિખેરવા હવામાં એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્ત રંગીતભાઈ પટેલને શહેરા બાદ ગોધરા ખસેડાયા છે.
જેમાં શહેરા પોલીસ મથકે રંગીતભાઇ ખાતુભાઇની પત્ની, પ્રતાપભાઇ ફુલાભાઇ પગી, બહાદુરભાઇ સોલંકી, રાહુલ રંગીતભાઇ પગી, કાળુભાઇ બાપુભાઇ સહિત 25 થી 50ના ટોળા સામે રાયોટિંગના ગુનાની ફરીયાદ પોલીસે નોધાવી હતી.
ઘટનાની જાણ પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિત જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી અને પેરોલ ફર્લો પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો શહેરા આવી પહોંચ્યો હતો. પોલીસે રાત્રે કોમ્બિંગ કરીને 4 ઈસમોની ધરપકડ કરી હતી. તો અન્યની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.