ધરપકડ:શહેરામાં પાણીના મશીન ચોરીમાં 2 ઝડપાયાં, પાણી ખેંચવાના મશીનની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી

શહેરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીના મશીન ચોરીના ગુનામાં 2 આરોપી ઝડપાયાં. - Divya Bhaskar
પાણીના મશીન ચોરીના ગુનામાં 2 આરોપી ઝડપાયાં.
  • મોટર ચોરીના મુખ્ય સૂત્રધાર સાથે અન્ય એકને પોલીસે ઝડપ્યો, હાલ એક આરોપી ફરાર

શહેરા પોલીસ મથકે થોડા દિવસ પહેલા પાણી ખેંચવાના મશીનની ચોરી થયાનો ગુન્હો નોંધાયો હતો, જેમાં ચોરી થયેલ પાણી ખેંચવાનું મશીન કાંકણપુર પેટ્રોલ પમ્પની સામે રહેતો મિત દિલીપભાઈ લુહાર નામનો શખ્સ કોઠંબા ગામે કબાડીખાનામાં વેચવા ગયો હોવાની ચોક્કસ બાતમી શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.રાજપૂતને ખાનગી બાતમીદારથી મળી હતી, જે બાતમીના આધારે પાણી ખેંચવાનું મશીન કબ્જે લઈ મિત લુહારની પૂછપરછ હાથ ધરાતા નરસાણાના પૂર્વ સરપંચનો પુત્ર પરમાર દિલીપભાઈ ભારતભાઈ મોટર ચોરીનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હોવાની માહિતી મળી હતી.

પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડ્યો હતો. દિલીપની પૂછપરછમાં તેણે જણાવ્યુ હતું કે તેણે પોતે ઢાકલીયાના તળાવ ફળિયાના બારીઆ જશવંતભાઈ પ્રભાતભાઈ અને નરસાણા ગામના મહેશ ભીખાભાઇ વણકર સાથે મળી મોટર ચોરીના કામને અંજામ આપ્યો હતો.આ ચોર ટોળકી દ્વારા તેઓની ઈકો ગાડીમાં રેકી કરી ક્યાંથી સરળતાથી મોટર નીકળી શકે તે શોધીને તેઓ ચોરીને અંજામ આપતા હતા

જો કે પોલીસની કામગીરીના કારણે ગણતરી ના કલાકોમાં જ ચોર ટોળકી પૈકીના બે ઈસમોને જેમાં મોટર ચોરીના મુખ્ય સૂત્રધાર સાથે અન્ય એકને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.પોલીસે હાલ બે વ્યક્તિની ધરપકડ કરી છે સાથે ચોરી કરવા માટે જે ઈકો ગાડી ઉપયોગમાં લેવામાં આવી હતી તે ગાડી પણ કબ્જે લેવામાં આવી છે.જ્યારે ફરાર મહેશ ભીખાભાઈ વણકરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપી દિલીપ દૂધનો વ્યવસાય કરતો હતો
નરસાણાના પૂર્વ સરપંચના પુત્ર પરમાર દિલીપ ભારતસિંહ થોડા સમય અગાઉ શહેરા ખાતે દૂધ ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જેમાં જિલ્લા ખોરાક ઔષધ નિયમનના અધિકારીઓ દ્વારા તેની ડેરી ખાતે તપાસ હાથ ધરતા દૂધમાં ભેળસેળ મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોઇ પહેલાથી અવળા ધંધે ચડેલો હતો.

અન્ય સમાચારો પણ છે...