હાલોલના બેઢીયાપુરા ગામે બનેવીના ઘરે રહેતો સાળો ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતાં તેની લાશ બપોટીયા ગામના જંગલમાંથી મળી અાવી હતી. મૃતકના મોઢાના ભાગે પથ્થરથી મારીને લોહી લુહાણ કરીને હત્યા કરતાં પાવાગઢ પોલીસ મથકે અજાણ્યા હત્યારા સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલોલ તાલુકાના બેઢીયાપુરા ગામે મજુરીકામ કરતાં હસમુખભાઇ નાયકના ઘરે તેમનો 35 વર્ષિય સાળો સુરેશભાઇ ભરતભાઇ નાયક છેલ્લા બે માસથી અાવીને મજૂરીકામ કરતો હતો.
તા.1 જાન્યુ સુરેશભાઇ નાયક નાહી ધોઇને મજૂરી કામ માટે નીકળ્યો હતો. રાત સુધી ઘરે ના અાવતાં સુરેશભાઇ વડોદરા ગયો હશે તેમ જાણીને તેમની બહેન અને બનેવી સુઇ ગયા હતા. વહેલી સવારે ગામના સરપંચે અાવીને હસમુખભાઇને તેમના સાળાનો મૃતદેહ બાપોટીયા ગામના જંગલમાં પડયો હોવાનું કહેતાં હસમુખભાઇ જંગલમાં ગયા હતા. જ્યાં સુરેશભાઇના મોંઢાના ભાગે તથા કપાળ ઉપર તીક્ષ્ણ પથ્થર મારીને લોહીલુહાણ કરીને હત્યા કરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.