મન્ડે પોઝિટિવ:યુવાનોનો શિક્ષણ યજ્ઞ : રજાના દિવસે 2 કલાક ગરીબ બાળકોને ભણાવે છે

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરાના 10 યુવાનોની નિ:શુલ્ક પ્રવૃતિ : બાળકોમાં ઉત્સાહ વધારવા જન્મ દિવસની ઉજવણી કરે અને શાળાએ નિયમિત જવા શિખ આપે છે
  • ધો. 10, 12ના છાત્રો માટે બહારથી વિષય વાર શિક્ષકો બોલાવીને ભણાવે

અાજના યુવાનો રજાના રવિવારના દિવસે મોબાઇલ કે ક્રીકેટ રમીને પોતાની સમય પસાર કર છે. ત્યારે ગોધરાના 10 યુવાનનો પોતાની રજાના દિવસના બે કલાક ગરીબ બાળકોને ફાળવીને તેઅોને અભ્યાસ કરાવીને સમય પસાર કરે છે. ખાનગી શાળામંા ભણતા વિદ્યાર્થીઅો ટયુશન ક્લાસીક કરીને પોતાનો અભ્યાસ કરે છે. પરંતુ ગરીબીમાં જીવતાં વિદ્યાર્થીઅો સરકારી શાળામાં અભ્યાસ કર્યા બાદ પૈસાના અભાવે ટયુશન ક્લાસીસમાં જઇ શકતા નથી ત્યારે ગોધરાના 10 યુવાનોઅે ગરીબ બાળકોને ટયુશન અાપવાની નક્કી કરીને બાળકોને છેલ્લા 7 વર્ષથી ભણાવી રહ્યા છે.

કોલેજનો અભ્યાસ કરતા યુવાનો, વેપારી તથા શિક્ષકો મળીને 10 સભ્યોની ટીમ બનાવીને ગરીબ વસ્તીમાં જઇને બાળકોને દર રવિવારે બે કલાક ટયુશન ક્લાસીસ નિશુલ્ક ચલાવીને અભ્યાસમાં બાળકોને મદદ કરી રહ્યા છે. તેઅો સૌપ્રથમ દરૂણીયા ગામના બાળકોને ભણાવ્યા બાદ ગોધરાના દશામા ફાટક અને બામરોલી રોડ પર રામદેવ નગરના બાળકોને દર રવિવારે બે કલાક અભ્યાસ કરાવીને પગભર કરી રહ્યા છે. નિશુલ્ક ટયુશન કલાસીસમાં ધો. 1 થી લઇને 12 સુધીના વિદ્યાર્થીઅો ભણાવીને શાળાનો અભ્યાસક્રમ અાસાન બનાવે છે. તેઅો દર રવિવારે હાજરી રજીસ્ટર પર બનાવીને હાજરી પૂરે છે.

હાલ 10 યુવાનોની ટીમ 45 ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવી રહ્યા છે. વાર તહેવારની ઉજવણી પર 10 યુવાનો ગરીબ બાળકો સાથે ઉજવણી કરે છે. યુવાનો તેઅોનો જન્મ દિવસ પર બાળકો સાથે ઉજવીને અાનંદિત કરે છે. બાળકોને શારીરીક રીતે મજબુત બનાવવા સુર્ય નમસ્કાર તેમજ નવા સત્ર દરમ્યાન ચોપડાનું વિતરણ પણ કરે છે. ગોધરાના 10 સેવાભાવી યુવાનોઅે ગરીબ બાળકોને અભ્યાસમાં અવલ્લ નંબરે લાવવાનું બીડું ઝડપ્યું છે.

હાલ 45 બાળકોને નિશુલ્ક ભણાવીઅે છે
અમે રવિવારના દિવસે સેવાભાવી યુવાનો, શિક્ષક તથા વેપારીનું 10 જણનું ગ્રૃપ બનાવીને સાત વર્ષ પહેલા દરૂણીયા ગામે સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને બે કલાક અભ્યાસ કરાવીઅે છીઅે. દરૂણીયા બાદ દશામા ફાટક પાસે અને રામદેવ નગરના બાળકોને પણ ભણાવીને અભ્યાસ અાશાન કરાવીઅે છીઅે.હાલ 45 બાળકોને નિશુલ્ક ભણાવીઅે છે. જન્મ દીવસ હોય કે તહેવારની ઉજવણી અમે ગરીબ બાળકો સાથે કરીઅે છીઅે> અભિષેકભાઇ મિસ્ત્રી, સેવાભાવિ યુવાન

પરીક્ષા સમયે બહારથી શિક્ષકો બોલાવે છે
ધો. 10 અને 12 વિદ્યાર્થીઅોને પરીક્ષાના સમયે અા યુવાનો રોજ બે કલાક સમય ફાળવીને પરીક્ષાની તૈયારીઅો કરાવે છે. ધો. 10 ના વિદ્યાર્થીઅો જે વિષયમાં કાચા હોય તેના શિક્ષકો બહારથી બોલાવીને તેમની પાસે વિદ્યાર્થીને ભણાવીને તે વિષયમાં પારંગત કરે છે. હાલમાં ધો. 10 ના 4 વિદ્યાર્થીઅો સારા નંબરે પાસ થતાં જેમાંથી અેક વિદ્યાનગર ખાતે મોટી કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...