108ની સરાહનીય કામગીરી:મથુરાથી વડોદરા જતી ટ્રેનમાં મહિલાને પ્રસુતિનો દુઃખાવો ઉપડ્યો; ગોધરા સ્ટેશને ટ્રેન ઉભી રાખી સફળ પ્રસુતિ કરાઈ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

મથુરાથી વડોદરા તરફ રેલવેમાં જઈ રહેલી ગર્ભવતી મહિલાને લેબર પેન ઉપડ્યું હતું. જેથી ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનને થોભાવી તાત્કાલિક 108ની ટીમ બોલાવી હતી. જેથી 108ની ટીમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી મહિલાની સફળ પ્રસૂતિ કરાવી હતી.

આજે રવિવારના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર હઝરત નિઝામુદ્દીનથી ત્રિવેન્દ્રમપુરમ જઈ રહેલી ટ્રેનમાં મથુરાથી એક ગર્ભવતી મહિલા વડોદરા આવતી હતી. ત્યારે અચાનક તેમને ટ્રેનમાં લેબર પેન ઉપડતાં ફરજ પરના રેલવે કર્મચારીને જાણ કરી હતી. તાત્કાલિક ટ્રેનને ગોધરા રેલવે સ્ટેશન ઉપર ઉભી રાખવાની ફરજ પડી હતી. જેથી રેલવે સ્ટેશન ઉપર ફરજ બજાવતા મહિલા પોલીસે તાત્કાલિક પ્રસુતાની મદદે આવી 108ને જાણ કરી હતી. 108ની ટીમના સુમિત્રાબેન બારીયા અને હિતેન્દ્ર રાઉલજીએ સમયસર રેલવે સ્ટેશન ઉપર પહોંચી પ્રસુતાની સફળ પ્રસૂતિ કરાવી સરાહનીય કામગીરી કરી હતી. હાલ મુસાફર મહિલા અને નવજાત શિશુને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...