વ્યાસડા ગામની સીમમાં સોમવારે રતનસિંહ શિવાભાઈ પરમાર ઉ.75 તેમના ખેતરમાં ઘાસચારો કાપીને માથે લઇને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવતા એક જંગલી ભુંડે અચાનક વૃદ્ધ પર હુમલો કરતા ઘાસચારાના ભારા સાથે પટકાતા વૃદ્ધના શરીરે બચકાં ભરીને હુમલો કરી દીધો હતો. ભુંડના હુમલાથી ભયભીત વૃદ્ધે ચીસો પાડતા તેમના ભાઈ રમણભાઈ શિવાભાઈ પરમાર અને ભત્રીજો શૈલેષભાઈ રમણભાઈ પરમાર બન્ને ભુંડના હુમલાથી બચાવવા દોડી આવ્યા હતા.
ભુંડને ભગાવવા માટે મોટે મોટેથી બુમો પાડી રહ્યા હતા. પરંતુ ખુંખાર બનેલા ભુંડે કાકા અને ભત્રીજા પર પણ હુમલો કરીને બચકાં ભરી લીધાં હતા. ભુંડના હુમલાની બુમરાણ મચાવતા આસપાસના ખેતરોમાં કામ કરતા અન્ય ખેડૂતો દોડી આવ્યા અને બુમાબુમ કરીને મહામુસીબતે ભુંડને ભગાડ્યુ હતુ. જંગલી ભુંડના હુમલામાં ભુંડે વૃદ્ધના પેટનો ભાગ ફાડી ખાધો હોવાને કારણે ફસડાઈ પડ્યા હતા.
બચાવવા ગયેલા તેમના ભાઈ- ભત્રીજાને પણ હાથે-પગે બચકાં ભરી લેતા તેઅો પણ ઇજાગ્રસ્ત થયા હતા. ભુંડના હુમલાની જાણ ગામમાં થતા મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. 108 દ્વારા ત્રણે ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જેમાથી અેકને હોવાથી રજા આપતા ઘરે આવી ગયા હતા. જ્યારે વૃદ્ધ અને અન્ય અેકને વધુ સારવાર માટે ગોધરાથી વડોદરા રીફર કરાયા હતા.
જંગલ ખાતા, સરકારમાં રજૂઆત કરીશુ
કાલોલ વિધાનસભાની ચૂટણી જિત્યા બાદ આભાર માનવા જતો હતો ત્યારે વ્યાસડાના બનાવની જાણ થઇ અા અંગે જંગલ ખાતા તથા સરકારમાં ખેતરની ફરતે ફેન્સિંગ અંગેની રજુઆત કરવાનો છુ. જંગલ વિભાગના કાયદા મુજબ ખેતીને જંગલી જાનવર નુકશાન કરેતો વળતર અપાવવનો પણ પ્રયાસ કરીશુ. - ફતેસિંહ ચાૈહાણ, કાલોલ ધારાસભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.