બે જુથ વચ્ચે અથડામણ:'અહીથી કેમ નીકળ્યો?' કહેતા બે જુથો સામસામે આવી મારામારી અને પથ્થરમારો કર્યો, ગોધરા પોલીસની દોડધામ

પંચમહાલ (ગોધરા)25 દિવસ પહેલા

ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાંથી એક છોકરો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ત્યાં ઉભેલા પાંચથી સાત લોકોએ છોકરાને કહ્યું હતું કે, તું કેમ અહીંથી નીકળે તેમ કહી લાકડી અને પાવડાના પટ્ટાથી હુમલો કરી ગેબી માર માર્યો હતો. જેથી એ છોકરાએ દોડીને પોતાના ઘરે ગયો હતો અને 20 મિનિટ પછી પોતાના પરિવારના સભ્યો સમજાવવા માટે ગયા. ત્યારે સામે વાળાએ પથ્થરમારો કરતા બન્ને જૂથ સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો અને જોતજોતામાં બંને જૂથના લોકો એકબીજા ઉપર પથ્થરમારો કરવા લાગ્યા હતા. જેમાં બે લોકોને ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા બી ડિવિઝન પીઆઈ સહિતના પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી વધારે તપાસ હાથ ધરી છે.

પથ્થરમારામાં બે છોકરાઓને ઈજા પહોંચી
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા છોકરો પોતાના કામ અર્થે ત્રણ ચાર મિત્રો સાથે નીકળ્યા હતા. ત્યારે અચાનક સામેથી પાંચથી સાત લોકો આવી છોકરાને કહેવા લાગ્યા કે તું અહીંથી કેમ નીકળે છે, તેમ કહી લાકડી અને પાવડાના પટ્ટાથી ગેબી માર માર્યો હતો. જેથી છોકરો આ લોકોથી બચીને પોતાના ઘરે ભાગી ગયો હતો. એટલામાં પોતાના પરિવારના સભ્યો સામે સમજાવવા ગયા, તો તેઓની ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં મામલો વધારે બિચક્યો હતો અને બન્ને જૂથ સામસામે આવી પથ્થરમારો કરવા લાગ્યા હતા. જેમાં બે છોકરાઓને માથાના ભાગે વાગતા મામલો બિચક્યો હતો. બંને જૂથો સામસામે આવી જતાં પથ્થરમારો કર્યો જેમાં બે છોકરાઓને ઈજાઓ પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એટલામાં બનાવની જાણ ગોધરા બી ડિવિઝન પીઆઈને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી વધારે તપાસ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...