ગુજરાત સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે મેડિકલ કોલેજની મંજૂરીઓ મળે આ માટે નેશનલ મેડિકલ કાઉન્સીલ દ્વારા આજે બુધવારે રોજ સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. જેના પગલે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારની હાજરી વચ્ચે સત્તાધારી ભાજપના અગ્રણીઓમાં ધારાસભ્ય સી કે રાઉલજી પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અશ્વિન ભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ સોની સહિત ભાજપના કાર્યકરો દ્વારા ગાંધી ચોક સર્કલ પાસે મેડીકલ કોલેજની મંજુરીના આનંદ ઉલ્લાસને ફટાકડા ફોડી અને મોં મીઠુ કરી ઉજવ્યો હતો.
ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચવામાં આવી
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં અપગ્રેડ કરીને નવીન મેડિકલ કોલેજ બનાવવા માટે વર્ષ 2020-21ના અંદાજપત્રમાં 545.82 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી હતી. ત્યારે આજે કેન્દ્રમાંથી એન એમ પીના ધારાધોરણ મુજબ જે કોલેજના માપદંડો છે એ પ્રમાણે સરકારી નવીન કોલેજમાં 100 સીટો વિદ્યાર્થીઓ માટેની શરૂઆત પંચમહાલ જિલ્લા ખાતે કરવામાં આવી છે. આના ભાગરૂપે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના આજુબાજુના તમામ જિલ્લાના વિદ્યાર્થીઓને ઘર આંગણે મેડિકલ કોલેજની સુવિધાઓ ઉપલબ્ધ થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતું કે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના થાય અને આજુબાજુના વિદ્યાર્થીઓ મેડીકલ લેવલે અને આરોગ્ય માટે સેવાઓ આપી શકે. એ માટે મેડિકલની શરૂઆત કરવામાં આવશે.
એક મેડિકલ કોલેજની સ્થાપનાની શરૂઆત પંચમહાલ જિલ્લામાં થઇ
વધુમાં આદિજાતિ વિકાસ અને આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લા જેવા અંતરિયાળ વિસ્તારમાં મેડિકલ કોલેજનું સ્વપ્ન હતું એ સ્વપ્ન આજે પૂરું થયું છે અને તમામ આધુનિક સુવિધા સાથે છબનપૂર ખાતે આવનાર 100 વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની શૈક્ષણિક સવલતો સાથે આજે એક મેડિકલ કોલેજની સ્થાપનાની શરૂઆત પંચમહાલ જિલ્લામાં થઇ છે. જેના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરા ગાંધી ચોક ચર્ચ પાસે ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચી મો મીઠું કરીને હર્ષ અને ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.