ભાસ્કર વિશેષ:કાંટડીની નર્મદા કેનાલની વચ્ચે પાણીની મોટર મૂકાઇ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલમાંથી પાણી ખેંચીને મોકલે છે : અભરામ પટેલના મુવાડામાં 15 હેન્ડપંપ મૂકાશે

ગોધરા તાલુકાના કાંટડી પાસેની નર્મદા કેનાલમાંથી મોટર દ્વારા રોજ 27 અેમઅેલડી પાણી લઇને ભામૈયા ખાતેના પમ્પીગ સ્ટેશનમાં મોકલવામાં અાવે છે. પરંતુ ઉનાળામાં ગરમીના પ્રકોપથી નર્મદા ડેમમાં પાણીના સ્તર ઉતરતાં ડેમમાંથી અાવતી નર્મદા કેનાલમાં પણ પાણીના સ્તર ઉડાં જતાં ગોધરાના કાંટડી પાસેની કેનાલમાંથી પાણીની ખેચ પડતી હતી. જેને લઇને પાલિકાના પાણી પુરવઠા વિભાગે કેનાલમાંથી પાણી ખેચવા મધ્યમાં પાણીની મોટર મુકવાની નોબત અાવી હતી. કેનાલની વચ્ચો મોટર મુકીને પાલિકા રોજનું 27 અેમઅેલડી પાણી ભામૈયાના પમ્પિગ સ્ટેશનમાં ઠાલવી રહ્યા છે.

જયારે શહેરને પાણીના પુરવઠામાં ખોરવાઇ નહિ માટે ભામૈયા પમ્પિગ સ્ટેશનમાં 100 અેચપીની 6 પમ્પ પૈકી 3 પમ્પ વર્કિંગ કરે છે. જયારે 3 પમ્પ સ્ટેન્ડ બાયમાં રહે છે. જેથી રીપેરીગ થતા ન હોવાથી પાણીની અાવશ્ય સેવાને લઇને પાલિકા રૂા. 46.88 લાખના ખર્ચે 3 નવીન પમ્પની ખરીદી કરશે. પાલિકા વિસ્તારમાં અાવતા અભરામ પટેલના મુવાડામાં પાણીની પાઇપ લાઇન વર્ષોથી ન હોવાથી ઉનાળામાં તકલીફ ન પડે તે માટે અભરામ પટેલના મુવાડામાં 15 હેન્ડપંપ પાલિકા નાખશે. જેથી ગામજનોને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ અાવશે. તેમ પાલિકાના પાણી પુરવઠાના અધિકારી ભદ્રેશ પંડયાઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...