મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ:ગોધરાની પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાન સુધારણા કાર્યક્રમ યોજાયો; મામલતદાર-ડેપ્યુટી મામલતદારે હાજરી આપી

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરામાં આવેલr શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગોધરા મામલતદાર અને ડેપ્યુટી મામલતદાર ની ઉપસ્થિતિમાં મતદાન સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 200થી વધારે વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ વિશે સમજ મેળવી હતી. આવેલા તમામ મહેમાનોને કોલેજના પ્રિન્સિપાલ જી વી જોગરાણાએ સ્વાગત કરી આવકાર્યા હતા. જેમાં તમામ વિદ્યાર્થીઓને 1950 ચુંટણી વિભાગના હેલ્પલાઇન નંબર દ્વારા મતદાન કાર્ડમાં આવતી મુશ્કેલીઓ અને ઓનલાઇન અને ઓફલાઇન મારફતે તમે એપિક કાર્ડ કઢાવી શકો તેમજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના નિદર્શન વિશે સમજણ આપવામાં આવી હતી.

જે વિદ્યાર્થીઓને ચુંટણીકાર્ડ કઢાવવાના છે તેમનું લિસ્ટ તૈયાર કરાયું
કેમ્પસના એમ્બેસેડર અનુષ્કા પરમારે નવા વિદ્યાર્થીઓને ચુંટણીકાર્ડ કઢાવવાના છે તેમનું લિસ્ટ તૈયાર કર્યું હતું. ઉપરાંત જે પ્રથમ વખત મતદાન કરવાના હતા તેવા વિદ્યાર્થીઓને મામલતદાર દ્વારા કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર બોટની ડો. રૂપેશ નાકર અને એનએસએસની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રોગ્રામની આભારવિધિ ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર વિભાબેન દ્વારા કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...