મતદાન જાગૃતિ અભિયાન:ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓને સંકલ્પપત્ર વિતરણ કરાયાં

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા

ગોધરામાં આવેલી શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંકલ્પપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સંકલ્પ પત્રો આપવામાં આવ્યા હતા. સંકલ્પોત્રો આપ્યા બાદ વિદ્યાર્થીઓએ કોઇ પણ જાતિ જ્ઞાતિ ધર્મ વગેરેને ધ્યાનમાં રાખ્યા વગર યોગ્ય મતદાન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત NSS વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો.રૂપેશ નાકર, વહીવટી વિભાગમાંથી બચુભાઈ રાઠવા ઉપરાંત અન્ય સ્ટાફ સહિતના મેમ્બર્સ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા. આચાર્યએ સર્વે વિદ્યાર્થીઓને એથીકલ વોટિંગ કરવા આહવાન કર્યું હતું. સાથે દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. કેમ્પસ એમ્બેસેડર નિતેશ વિનોદ દ્વારા મતદાન જાગૃતિ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. પ્રોગ્રામનું આયોજન કોલેજના NSS વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...