NSSનું મતદાન જાગૃત અભિયાન:ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ; FM રેડીયોની ટીમે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

પંચમહાલ (ગોધરા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ સંદર્ભે આજે બુધવારે FM રેડીયોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કોલેજ દ્વારા થયેલ કાર્યક્રમની જાણકારી FM રેડીયોની ટીમે મેળવી હતી. NSS વિભાગ દ્વારા મતદાન અંગે જાગૃતતા ફેલાવવાના હેતુથી આ કાર્ય હાથ ધરાયું હતું.

NSS વિભાગ દ્વારા મીટીંગનું સંચાલન
ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ સંદર્ભે આજરોજ બુધવારે FM રેડીયોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં FM રેડિયોના સેલ્સ એક્ઝિક્યુટિવ પરાગ ઉપરાંત RJ નયન ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસના બે સભ્યો હાજર રહ્યા હતા. સમગ્ર મીટીંગનું સંચાલન NSS વિભાગ દ્વારા થયું હતું કેમ્પસ એમ્બેસેડર પ્રોગ્રામ ઓફિસર અને અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

મતદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવા આહવાન
કોલેજ દ્વારા થયેલ કાર્યક્રમની જાણકારી FM રેડીયોની ટીમે મેળવી હતી. આ ઉપરાંત આગામી કાર્યક્રમ કરવા માટેનું આયોજન પણ હાથ ધરાયું હતું. પ્રિન્સિપાલે ખાસ વિદ્યાર્થીઓ વધુને વધુ મતદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે એ માટે આહ્વાન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...