અવસર લોકશાહીનો:પંચમહાલમાં મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું; વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

પંચમહાલ (ગોધરા)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના મતદાનના પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે પંચમહાલ જિલ્લાનો વૃધ્ધથી માંડી યુવાન મતદાતા મતદાનની ક્ષણથી વંચિત ન રહે તેની માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના નવતર અભિગમના અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા માટેનો અનોખો સંદેશ મતદાન જાગૃતિ કાર્યક્રમ દ્વારા પહોંચતો કરવામાં આવી રહ્યો છે.

જિલ્લાના દરેક મતદાતા સુધી અમારું છે, અમારાથી છે, અમારા માટે છે અને અમે તૈયાર છીએ લોકશાહીની ઉડાણ ભરવા ‘‘મત આપવો આપણો અધિકાર અને ફરજ છે, લોકશાહીના મહાપર્વમાં 5મી ડિસેમ્બર, 2022ના રોજ મતદાન કરવાનું અને કરાવવાનું ચૂકશો નહીં’’ એવો જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાનો સંદેશો પહોંચતો કરવામાં આવી રહ્યો છે. આ માટે જિલ્લામાં આવેલ જાહેર મોલ જેવા કે બંસલ મોલ, ડી-માર્ટ અને એશિયા મોલ ખાતે સેલ્ફી પોઇન્ટ ઊભા કરી મતદાન જગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ત્યાં નાગરિકો આ સેલ્ફી પોઇન્ટ જેના ઉપર હું જાગૃત મતદાતા છું, હું મારી ફરજો ચોક્કસ અદા કરીશનો મેસેજ સાથે મતદાતાઓ સેલ્ફી લઇ રહ્યાં છે અને મતદાન કરવા માટેના સંકલ્પને વ્યક્ત કરી રહ્યાં છે.

સાથે સાથે અવસર લોકશાહીનો હું નહિ ભુલું મતદાન કરવાનું તમે પણ ભુલતા નહિ આ સુત્રને સાર્થક કરવા માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ચિત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા અને રંગોળી રાખવામાં આવી છે. ગુગલ લીંક દ્વારા ઈ- શપથ લેવડાવામાં આવી રહ્યાં છે, તેમજ ગુગલ લિંક દ્વારા ઈ- શપથ સર્ટિફિકેટ પણ આપવામાં આવી રહ્યા છે. જાહેર સ્થળોએ સહી ઝુંબેશ આદરવામાં આવી છે. સહી ઝુંબેશમાં સહભાગી બનીને નાગરિકોને વિધાનસભાની ચૂંટણીઓમાં આગામી તા.5 ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટેની સમજ અપાઇ રહી છે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-2022માં એક પણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે એ માટે જિલ્લામાં નવતર અભિગમ થકી સઘન ઝુંબેશ ચાલી રહી છે. દરેક મતદાતા સુધી મતદાન માટેનો સંદેશો મળે એ માટેની કાળજી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...