મતદાર જાગૃતિ કાર્યક્રમ:સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, NSSના વોલેન્ટિયર્સે ભાગ લીધો

પંચમહાલ (ગોધરા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે એન.એસ.એસ વિભાગ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના આચાર્ય તથા પ્રોગ્રામ ઓફિસર ડૉ. અરુણસિંહ સોલંકીની અધ્યક્ષતામાં લોકશાહી એટલે શું? તેના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. ઉપરાંત મતદાર જાગૃતિ અંગે ચુંટણી કાર્ડમાં નામ બદલવા, નામમાં સુધારો અંગેના, તમામ પ્રશ્નોના વિદ્યાર્થીઓને કેમ્પસ એમ્બેસેડર અને અધ્યાપકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એનએસએસના કેમ્પસ એમ્બેસેડર દ્વારા આ અગાઉ દરેક વર્ગમાં જઈને વિદ્યાર્થીઓને ફોર્મ આપી જરૂરી દસ્તાવેજો મંગાવ્યા હતા. જે અંતર્ગત આજે તમામ દસ્તાવેજો લઈ આગળની કાર્યવાહી કેમ્પસ એમ્બેસેડરને સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં ડૉક્ટર સ્નેહાબેન વ્યાસ તથા પ્રો.અજીતસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...