ગુજરાત રાજયના મંત્રીઅોને ભાજપે રીપીટ કર્યા હતા. જેમા મોરવા(હ) બેઠકના નીમીષાબેન સુથાર અને સંતરામપુરના કુબેર ડીડોંર પર નસીબ અજમાવ્યું હતુ. મંત્રી પદ ભોગવેલા બંને ભાજપના ઉમેદવાર ચુંટણીમાં વિકાસના નામે મત અાપ્યા હતા. મોરવા(હ) બેઠક પર નીમીષાબેન સુથારની સીધી ટક્કર મત ગણતરીમાં અાપ પાર્ટીના ઉમેદવાર સાથે હતી. નીમીષાબેન સુથારે વિસ્તારમાં કરેલા કામોને મતદારોઅે મત અાપતા ભાજપ પુન વિજેતા બન્યા છે.
જ્યારે સંતરામુપર બેઠક પર ભાજપે મંત્રી કુબેરડીડોંરને સંતરામપુર બેઠક પર ટીકીટ અાપી હતી. મતગણતરીમાં કુબેર ડીડોંર શરુઅાતના રાઉન્ડમાં પાછળ ચાલતા હતા. અપક્ષ ઉમેદવારે બેઠક પર શરુઅાતમાં લીડ લીધી હતી. પરંતુ ત્યાર બાદના મતગણતરીના રાઉન્ડમાં કુબેર ડીડોંર ભારે મત મેળવતાં સંતરામપુર બેઠક ભાજપે જાળવી રાખી વિજય ધ્વજ ફરકાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.