કામગીરી:દેલોલ ગામના ચેકડેમનું ભંગાણ ગ્રામજનોએ પૂર્યું, 3 જેસીબી મશીનથી 400 ટ્રેકટર માટી નાખી

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે રાત્રે ચેકડમની સાઇડમાં ધોવાણ થયું

કાલોલ તાલુકાના દેલોલ અને રામનાથ ગામ વચ્ચેથી પસાર થતી ગોમા નદી પર વર્ષો જુનો ચેકડેમ સોમવારે રાત્રે અચાનક ચેકડેમની સાઈડમાંથી ધોવાણ થયું અને લાખો લીટર પાણી વહેવા લાગ્યું. ચેકડેમની અાસપાસની ખેડૂતની જમીન પણ ધોવાણ થવા લાગી જેને લઇને ખેડૂત ચિંતિત થયા હતા. અા ચેકડેમના પાણીથી આસાપાસના 10 ગામોની ખેતીની જમીનને સિચાંઇનું પાણી મળે છે.

પણ ચેકડેમના ભંગાણથી ચેકડેમનું લાખો લીટર પાણી વહી જતાં ખાલીખમ થયો છે. ત્યારે હાલ ચોમાસાની સિઝન હોવાથી વરસાદથી પાછો ચેકડેમ ભરાઇ તે માટે રામનાથ ગામના સરપંચ સહીત અાગેવાનોઅે ચેકડેમના ભંગાણને પુરવા સ્વખર્ચે 3 જેસીબી મશીનથી 400 ટ્રેકટર જેટલી માટી નાખીને ભંગાણને બંધ કર્યું છે. પણ સરકારી વિભાગ દ્વારા ચેકડેમને વહેલીતકે રીપેરીંગ કરે તો અાગામી સમયમાં વરસાદી પાણી ભરતાં ઉનાળામાં 10 ગામોને સિચાંઇના પાણી મળી રહે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...