સોમવારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગોધરા મુકામે ગામડું બેઠક ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠક તથા ગુજરાત પ્રદેશ ઝોન સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ જિલ્લાઓમાંથી જિલ્લાના પ્રમુખો, પ્રદેશના પદાધિકારીઓ, તાલુકા અને ફ્રન્ટલ સંગઠનના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં 600 જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જયેશ સંગાડાએ ગુજરાતમાં ઈમાનદાર અને પારદર્શક છબીવાળી આમ આદમી પાર્ટીની સરકાર લાવવા માટે સૌને કટિબદ્ધ બનવા માટે જણાવ્યું હતું. પ્રભારી સંદીપ પાઠકે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આગામી 2022 ની ચૂંટણીની રણનીતિ અન્વયે છેક બુથ સુધી જઈને કેવી રીતે કામ કરવાનું છે. તેની ઝીણવટભરી માહિતી આપી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.