કાલોલના ગધેડી ફળીયામાંથી પસાર થતો વરધોડા રબ્બાની મસ્જીદ પાસે પહોચતા ડી.જે વગાડવાની બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે કોમના જૂથો સામસામે આવી ગયા હતાં. જોતજોતામાં એકબીજા પર પથ્થરમારો કરતાં વરરાજાના પિતા સહીત ચારને ઇજાઓ થઇ હતી. બેકાબુ બનેલા ટોળાંઓ વિસ્તારની બાઇકો તથા લારીઓની તોડફોડ કરીને ભારે નુકસાન કરીને ભયનો માહોલ સર્જયો હતો.
સાત તોફાની તત્વોની અટકાયત
બનાવની જાણ પોલીસને થતાં વિસ્તારમાં કોમ્બીંગ કરીને સાત તોફાની તત્વોની અટકાયત કરી હતી. જયારે કાલોલ પોલીસ મથકે બંને પક્ષે સામસામે ફરીયાદ નોધાવી હતી. કાલોલ નગરના ગધેડી ફળીયામાં રહેતા સચીન રમણભાઇ સોલંકીના લગ્નનો વરધોડો કાલોલ શહેરના વિવીધ વિસ્તારમાંથી ફરીને ગધેડી ફળીયાના રબ્બાની મસ્જીદ પાસે પહોચ્યો હતો.
કોમના ટોળા સામસામે આવી જતાં પથ્થરમારો
મસ્જીદ નજીક આવતા ડી.જે બંધ થઇ ગયું હતું. મસ્જીદ પાસે ડી.જે વગાડવાની બાબતે લઇને હિન્દુ અને મુસ્લીમ કોમના લોકો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતાં બંને કોમના ટોળા સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો. ટોળાંએ પથ્થરમારો કરીને વિસ્તારની 3 થી વધુ બાઇકો, છકડો, લારી, ગલ્લાઓમાં તોડફોડ કરીને ભારે નુકસાન પહોચાડયું હતું.
આતંક મચાવીને વાહનો તથા લારીઓની તોડફોડ
દરમિયાન વરઘોડાની બગી પર પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ટોળાએ હાથમાં લાકડીઓ લઇને વિસ્તારમાં આતંક મચાવીને વાહનો તથા લારીઓની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં વરરાજાના પિતા રમણભાઇ શનાભાઇ સોલંકી, વિનુબેન રમેશભાઇ સોલંકી, સંજયભાઇ દશરથભાઇ સોલંકી તથા જીતેન્દ્રભાઇ ગણપતભાઇ સોલંકીને ઇજાઓ થઇ હતી. બનાવની જાણ પોલીસને થતાં દોડી આવતાં તોફાની ટોળાં ભાગી ગયું હતુ.
સચિનકુમાર રમણભાઇ સોલંકીએ નોધાવેલી ફરીયાદના આરોપીઓના નામ
લુકમાન ઇબ્રાહીમ ધોડાવાલા, રમજાન ઉફે કોગજ શબ્બીર ધોડાવાલા, મજીત ઉફે રજજાક ગામણ ઇસ્માઇલ શેખ ,હુસેન ઇસ્માઇલ ધાંચી શેખ, શોયેબ અબ્દુલ સલામ કાનોડીયા, ઇદરીશ ઇસુબ શેખ, સલમાન ઇદરીશ પટેલ(ટેલર), હારૂન, ફારૂક એકસપર્ટ ગેરેજવાળો,હુસેન ગામણ, સાહીલ જમાલ, અનીશ રાજા, ઇલુશાકભાજી વાળી, અલ્તાફ ઉફે કોગજ શ્બ્બીર ધોડાવાલા તથા બીજા 100 માણસનું ટોળું
સોયેબએ નોધાવેલ ફરીયાદના આરોપીના નામ
સન્ની દશરથનો ભાઇ ભાથીજી ચોકડી ઉપર રહે તે, અક્ષય દીપક સોલંકી, અક્ષયના પપ્પા દીપક ઉફે દીપાભાઇ, અજયભાઇ ભાથીજી ચોકડી પાસે પાણીપુરીની લારી ચલાવનારો, દીપક સોલંકીનો ભાઇ રાજુ, સુનીલભાઇ સોલંકી, મહેશભાઇ હોટલવાળો,સંજય દકાનો છોકરો, સચીન અર્જુન સોલંકી જાડીયાનો ભાઇ,મોન્ટુ રમેશભાઇ સોલંકી, નાનાભાઇ , સત્યમ સોલંકી મંદીરવાળા ધરમાં ચોકડી ઉપર રહે તે, સુરપાલ ગોબરીયો તથા અનીલ ગલ્લાવાળો
ગધેડી ફળીયું કોમી છમકલાનું એપી સેન્ટર અગાઉ પોલીસ પર પથ્થરમારો થયો હતો
કાલોલના ગધેડી ફળીયામાં છાશવારે તોફાનો થયા છે. થોડા સમય પહેલા ગધેડી ફળીયામાં પોલીસ પર હુમલો કરીને ટોળાં આતંક મચાવીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે આજ ગધેડી ફળીયામાં સોમવારની રાતે વરધોડાના ડી.જ. લઇને બે જૂથો સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો. આમ કાલોલનુ ગધેડી ફળીયું કોમી છમકલાનું એપી સેન્ટર બની ગયું છે. તો વિસ્તારના તોફાની તત્વોને કાબુમાં લેવામાં નહિ આવે તો આવનારા સમયમાં મોટું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે.
ઘટના બાદ પોલીસે વિસ્તારમાં કોમ્બીગ
કાલોલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસે વિસ્તારમાં કોમ્બીગ કર્યું હતું. વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે સાત તોફાની તત્વોની અટકાયત કરી છે. પોલીસ દ્વારા વધુ તોફાનીતત્વોની પકડવાની કાર્યવાહી કરી રહી છે: - હિમાંશુ સોલંકી, જિલ્લા પોલીસવડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.