સ્પીડબ્રેકર મુકવા રજૂઆત:ગોધરા-વડોદરા હાઈવે પરથી સટાસટ પસાર થાય છે વાહનો, અનેક વખત અકસ્માતો સર્જાયા

પંચમહાલ (ગોધરા)20 દિવસ પહેલા
  • વાહનો ઝડપી પસાર થવાને લીધે અનેક વખત અકસ્માતો સર્જાય છે.

ગોધરા શહેરના હાલોલ વડોદરા હાઇવે ઉપર આવેલ કોઠી ત્રણ રસ્તા પાસે અવાર નવાર અકસ્માતોના બનાવ બની રહ્યાં છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગોધરા શહેરમા આવેલા કોઠી મોર્ટસ પાસે રોડ ઉપર બમ્પ બનાવવા માટે માંગ કરતો પત્ર માર્ગ અને મકાન વિભાગને લખવામા આવ્યો છે.વધતા જતા અકસ્માતોને લઈને આ પત્ર લખવામા આવ્યો છે. આ મામલે પણ રોડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું એડવોકેટ રમજાની જુજારાએ જણાવ્યું હતું.

ચોકડીનું જંકશન હોવાથી અનેક વખત અકસ્માતો જોવા મળે છે
ગોધરા હાલોલ વડોદરા રાજ્ય ધોરી માર્ગ, કોઠી મોટર્સની સામે, ચિખોદરા ચોકડી ઉપર ગોધરા તરફથી આવતા વાહનોની ગતિ મર્યાદા ખૂબ વધારે હોવાથી અને ગોધરા પશ્ચિમ વિસ્તારના સાતપુલ રોડ પરથી આવતા વાહનો, રાહદારીઓ તેમજ CNG પમ્પ પરથી ગેસ ભરાવીને નીકળતા વાહનો વગેરે ભેગા થતા હોઈ તેમજ ચોકડીનું જંકશન હોવાથી અનેક વખત અકસ્માતો જોવા મળે છે અને અગાઉ પણ ઘણા અકસ્માતો થયેલ છે. ત્યારે આજે પણ અકસ્માત થતા ભારે ઇજાઓ થયેલ હોય અને અકાળે મૃત્યુ પણ પામતા હોય છે. આ ચોકડી ઉપર લાઈટની પણ વ્યવસ્થાની તાતી જરૂરિયાત પણ છે. આ બાબતે આજે પંચમહાલ જિલ્લાના કાર્યપાલક ઈજનેર ગતિરોધક, બમ્પની વ્યવસ્થા કરવામાં આવે તે માટે પત્ર લખીને પણ તેઓનું ધ્યાન દોરવામાં આવ્યુ છે. ત્યારે આ બાબતે રોડ વિભાગ બમ્પ બનાવાની કાર્યવાહી કરે તે પણ જરુરી છે.

અન્ય સમાચારો પણ છે...