ગોધરામાં સિંધી સમાજ તથા વરૂણદેવ ધર્મશાલા ટ્રસ્ટ દ્વારા સિંધી સમાજના નવા વર્ષ અને ચેટીચાંદની ઉજવણીના ભાગરૂપે ગોધરા નગરમાં પ્રથમ વખત એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના વડીલ અગ્રણીઓ અને નવ યુવાનો જોડાયા હતા.
આજરોજ સિંધી સમાજ દ્વારા એકતા રેલીનું આયોજન કરાયું હતું જેમાં ચેટીચાંદના ભાગરૂપે આ આયોજન કરાયું છે. આમ તો સમગ્ર ગુજરાતમાં ચેટીચાંદના પર્વને અનુલક્ષીને રેલી કાઢવામાં આવે છે પરંતુ આ વખતે ગોધરા શહેરમાં પ્રથમ વખત રેલીનું આયોજન સમસ્ત સિંધી સમાજ તથા વરૂણદેવ ધર્મશાલા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં બાઈક રેલીનું પ્રસ્થાન ગોધરાના બહરપુરા ખાતે આવેલા શ્રી વરૂણદેવ ધર્મશાળાથી સીંધી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાંજરાપોળ, વિશ્વકર્માચોક, પોલીસ ચોકી નં.1, રવિ કોર્પોરેશન, લાલબાગ મંદિર, બસ સ્ટેન્ડ, જુલેલાલ સોસાયટી , ગીદવાની રોડ પાસે આવેલ જુલેલાલ મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
ગોધરામાં સમસ્ત સિંધી સમાજ દ્વારા કાઢવામાં આવેલ એકતા બાઈક રેલીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સમાજમાં એકતા પ્રબળ બને તે માટે આ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના અગ્રણીઓ સહભાગી બનીને એકતા રેલીને સફળ બનાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.