• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Various Programs Will Be Held In Panchmahal For Awareness Campaign Regarding 36th National Games; Program Organized In Total 1843 Schools Of Panchmahal District

36મી નેશનલ ગેમ્સ:પંચમહાલમાં 36મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન માટે વિવિધ કાર્યક્રમો યોજાશે; પંચમહાલ જિલ્લાની કુલ 1843 શાળાઓમાં કાર્યક્રમનું આયોજન

પંચમહાલ (ગોધરા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

36મી નેશનલ ગેમ્સના કરાયેલા આયોજનના ભાગરૂપે જિલ્લા કક્ષાએ “નેશનલ ગેમ્સ” અંગે પંચમહાલ જિલ્લામાં જાગૃતિ અભિયાન હાથ ધરાયો હતો. જેમાં 12મી સપ્ટેમ્બરથી તા.16મી સપ્ટેમ્બર,2022 સુધી પંચમહાલ જિલ્લાની કુલ 1843 શાળાઓ જેમાં 1525 પ્રાથમિક શાળાઓ અને 318 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા 34 કોલેજોમાં વિવિધ રમતોના આયોજન અને જાગૃતિ અભિયાન અંતર્ગત કેમ્પેઈન યોજાશે.

જિલ્લામાં આગામી 12 સપ્ટેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યે શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કોલેજ/યુનિવર્સિટી ગેમ્સ, 13 સપ્ટેમ્બરના રોજ એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ, સરકારી વિનયન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મોરવા હડફ અને એમ.એન્ડ.વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ખાતે વિવિધ રમતોનું આયોજન તથા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ માયાત્રાએ ખાસ અનુરોધ કર્યો છે કે, ઉપરોક્ત દિવસો દરમિયાન જિલ્લા-તાલુકા અને શાળા કક્ષાએ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ગોધરા શહેરવાસીઓ ઉપરાંત પંચમહાલ જિલ્લાવાસીઓ, આગેવાનો, સરપંચો/પૂર્વ સરપંચો, સામાજિક કાર્યકર્તાઓ, બહેનો સહિત બહોળી સંખ્યામાં નાગરિકોને ઉપસ્થિત રહી તેનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...