27માં યુવક મહોત્સવની ઉજવણી:ગોધરામાં શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા વણિક પંચ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

પંચમહાલ (ગોધરા)3 મહિનો પહેલા

શ્રી વેજલપુર એકડા ખડાયતા વિકાસ મંડળ સંચાલિત શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા વણિક પંચ દ્વારા આજરોજ ગોધરાના ન્યૂઈરા હાઇસ્કુલ ખાતે 27મો યુવક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં એકડા વિશા ખડાયતા વણિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મુંબઈ સુરત રાજકોટ વલસાડ વાપી સહિત ગામોના વણિક સમાજના લોકો ભેગા થઈ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા વિકાસ મંડળ સંચાલિત શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા વણિક પંચ દ્વારા કોરોના કાળની વિપરીત પરિસ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. લાંબા સમયથી વણિક સમાજના લોકોને પોતાની આવડત બહાર લાવવાનો મોકો મળ્યો નથી. પરંતુ આ વર્ષે સૌ જ્ઞાતિજનોના ટેલેન્ટ બહાર લાવવા માટે આજરોજ ગોધરાના વણિક પંચ દ્વારા ગોધરાના ન્યૂઈરા હાઇસ્કુલ ખાતે 27મો યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વણિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ યુવક મહોત્સવમાં વિવિધ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ગ્રુપ મુજબ છોકરાઓએ પોતાની આવડત બતાવી હતી શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા વણિક પંચના સંચાલક ગોપાલભાઈ શાહ દ્વારા 27મો યુવક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...