ગોધરાની ધી ખેતવાડી બજાર સમિતીની ટર્મ પૂર્ણ થતાં અાગામી તા.31 મે ના રોજ ચુંટણીની યોજાવાની છે. તા.17 મે ના રોજથી ફોર્મ ભરવાની પ્રક્રીયા શરૂ થનાર છે. ત્યારે ચુંટણી પહેલા સ્જીસ્ટ્રારની કચેરી દ્વારા અધિકૃત અધીકારીની નિમણૂક કરીને પ્રાથમીક મતદારી યાદી તા.16 ના રોજ પ્રસિધ્ધ કરી હતી. પ્રસિધ્ધ કરેલી મતદારયાદી મોડી અાપી હોવાના અાક્ષેપો ઉઠતાં અેપીઅેમસીની ચુંટણીનો જંગ રસાકસી ભર્યો રહેશે . પ્રસિધ્ધ કરેલી પ્રાથમિક મતદાર યાદીમાં છબરડા હોવાના અાક્ષેપો કરીને મંડળીઅોના હોદ્દેદારો રજીસ્ટાર કચેરીઅે પહોચીને હોબાળો મચાવ્યો હતો.
અધિકુત અધીકારી ગુણવંતભાઇ મકવાણાઅે મતદાર યાદી ભુલ ભરેલી હોવાનુ સ્વીકારીને નવેસરથી પ્રાથમીક મતદારી બનાવામાં અાવશે તેમ જણાવ્યું હતું. પરંતું મતદાર યાદીમાં વ્હાલાદવલાની નીતી અપનાવીને અગાઉ મંડળીઅોને મતદાર યાદીમાં સમાવેશ કરવા અરજીઅો અાપી હતી તેવી અરજીઅોને નંજર અંદાજ કરીને પ્રાથમીક મતદાર યાદી પ્રસિધ્ધ કરતા ં રાજય નિયામક સુધી ફરીયાદો પહોચી હતી.
અધિકુત અધિકારીઅે પ્રાથમીક મતદાર યાદી બનાવતાં પહેલા 3 જેટલી વાંધા અરજીઅો અાપીને તપાસ કરવા લેખીત રજુઅાત કરવા છતાં વાંધા અરજીઅોને કિનારે કરીને ચુંટણીના અધીકૃત અધીકારીઅે પ્રાથમીક મતદાર યાદી પ્રસિધ્ધ કરીને ગંભીર બેદરકારી દાખવી હોવા છતાં ચુંટણી માટેના અધિકૃત અધીકારીની તમામ જવાબદારી હોવાનું જણાવીને જિલ્લા રજીસ્ટાર મુખ્ય અધીકારીઅે હાથ ઉચાં કરી દીધા હતા. પ્રાથમીક મતદાર યાદીના જિલ્લા રજીસ્ટારની સહિ સાથે પ્રસિધ્ધ કરી હોવા છતાં મુખ્ય રજીસ્ટાર પોતાની જવાબદારીમાં છટકીને અધીકૃત અધીકારી પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.
રજીસ્ટાર- નિયામકને રજૂઅાત કરી
હું પંચમહાલ જિલ્લા ખરીદ વેચાણ સંધનો ડિરેકટર છું મને મત અાપવાનો અધિકાર હોવા છતાં મારૂ નામ મતદાર યાદીમાં નથી. અમે જિલ્લા તથા તાલુકા ખરીદ વેચાણ સંધ, કિષ્ણા જીન અને ગાયત્રી ખેત પેદાશ મંડળીને મતદાર યાદીમાં સમાવેશ કરવા અરજી અાપી હોવા છતાં મંડળીઅોને પ્રાથમિક મતદાર યાદીમાં સમાવેશ ના કરતાં અમે જિલ્લા રજીસ્ટાર અને નિયામકને રજુઅાત કરી છે: ખુમાનસિંહ ઉદેસિંહ ચાૈહાણ, ખે.વે.સંધ ડિરે.
તપાસ કરીને મતદારયાદીમાં ઉમેરશે
અેપીઅેમસીની ચૂંટણીને લઇને 16 મી પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ કરેલી છે. તેમા ભુલ હોવાનું હું સ્વીકારૂ છું હુ બીમારી હોવાથી સ્ટાફના અે 2018 ની મતદાર યાદી કોપી પેસ્ટ કરી દેતા પ્રાથમીક મતદાર યાદીમાં ભૂલ અાવેલી છે. જેને સુધારીને વાંધા અરજીઅો કરવામાં અાવેલી છે. તેની તપાસ કરીને મતદારયાદીમાં ઉમેરવામાં અાવશે: ગુણવંતભાઇ મકવાણા, અધિકૃત અધીકારી
યાદી પ્રસિદ્ધ કરતાં મિલિભગતની શંકા
અેપીઅેમસીની ચુંટણીની તારીખ જાહેર થતાં જીલ્લા રજીસ્ટાર કચેરીમાં મતદારોને લઇને વાંધા અરજીઅો અાપવામાં અાવી હતી. જેમાં અાક્ષેપ કરાયા હતા કે ખેડૂત વીભાગમાં ધીરાણ લીધા વિનાની પીયત મંડળીઅોને લેવામાં અાવી છે. તેમજ સહકાર વિભાગમાં 9 મંડળીઅોમાંથી લેવા પાત્ર 3 મંડળીઅો હોવાનો અાક્ષેપ રજુઅાતમાં કર્યો હતો. અેપીઅેમસીના વેપારી વિભાગમાં 450 થી વધુ વેપારીઅો સભ્યોની નોંધણી થયેલ છે. જેના વેપારના દસ્તાવેજી પુરાવા પુરતા કરવાની વાંધા અરજીઅો અાપવા છતાં અધિકૃત અધિકારી દ્વારા અાક્ષેપોને ધ્યાને લીધા વિનાં પ્રાથમીક મતદાર યાદી પ્રસિધ્ધ કરતાં મીલીભગતની શંકા ઉપજાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.