ભારે પવન સાથે વરસાદ:મહીસાગર જિ.માં સતત બીજા દિવસે વીજળી સાથે કમોસમી વરસાદ વરસ્યો

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડા, બાલાસિનોર, ખાનપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

હવામાન વિભાગ ની આગાહી ના પગલે પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં બરફ ના કરા સાથે ધોધમાર વરસાદ પાડયા બાદ બીજા દિવસે પણ મહિસાગર માં વરસાદી ઝાપટાં પવન સાથે વરસ્યા હતા.જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, ખાનપુર તાલુકા સહીત ના વિસ્તાર માં પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ની હાલત કફોડી બની હતી.

મહિસાગર જીલ્લા ના ગ્રામ્ય વિસ્તામાં પણ પવન સાથે વરસાદી માહોલ સર્જાતાં ઠંડક પ્રસરી હતી.જિલ્લામાં વીજળી ના કડાકા અને મેઘ ગર્જના સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં નીચાં વાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાયાં હતાં. કમોસમી વરસાદ થી ઘઉં, મકાઈ, ચણા તેમજ ઘાસચારા ને ભારે નુકસાની શક્યતાઓ દેખાઈ રહી છે.ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

ત્યારે હજુ પણ આવનાર દિવસો માં માવઠા ની આગાહી હવામાન વિભાગે આપી છે.જ્યારે ગોધરા સહીત પંચમહાલ માં મોડી સાંજે ઠંડા પવન ફુંકાતા શિયાળા જેવી ઠંડીનો માહોલ થતાં બીમારી ના વાવડ વધશે તેમ લાગી રહ્યું છે. મોડી સાંજે ગોધરામાં પવન સાથે મીની વાવાઝોડું ફુકતા શહેર ના અનેક વિસ્તાર માં લાઈટો ડૂલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...