• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Under The Chairmanship Of Fatesinh Chauhan Organized At Kalol Under The Theme Become Kishori Kushal; A Large Number Of Teenage Girls Were Present

સશક્ત-સુપોષિત કિશોરી મેળાનું આયોજન:ફતેસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કાલોલ ખાતે કિશોરી કુશળ બનો થીમ હેઠળ આયોજન કરાયું; મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી

પંચમહાલ (ગોધરા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નગરપાલિકા હોલ ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કિશોરી કુશળ બનો સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન મેળાની ઊજવણી કરાઈ હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર રમીલા ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન તથા કિશોરી દ્વારા કિશોરીઓને પૂર્ણાયોજના અંતર્ગત આંગણવાડીમાં આપવામાં આવતી તમામ સેવાઓ અંગે વિસ્તૃતમાં માહિતી પૂરી પડાઈ હતી. દહેજ પ્રતિબંધ, સ્વ-રક્ષણ અધિકારી કિરણ તરાલ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજનાની વિસ્તૃત માહિતી અપાઈ હતી.

આ સાથે આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય અને પોષણ અંતર્ગત માહિતી આપી હતી. સેટકો ફાઉન્ડેશન ટીમ દ્વારા કિશોરીઓને સ્વ-રક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ITIની ટીમ દ્વારા ITI વિભાગમાં ચાલતા તમામ કોર્સ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. સર્વ શિક્ષા અભિયાન દ્વારા શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું આયોજન કરી કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સાથે શાળા પુનઃપ્રવેશ, આઇટીઆઇ કરાવેલી અને રાજ્ય ક્ષેત્રે સારી સિધ્ધિ મેળવેલી પ્રતિભાશાળી કિશોરી તથા હિમોગ્લોબીન (hb) વધુ હોય તેવી આંગણવાડીમાં નોંધાયેલી પૂર્ણા કિશોરીઓને ધારાસભ્ય તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા પૂર્ણાશીલ્ડ, પૂર્ણાકપ અને પ્રમાણપત્ર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, તાલુકા ઉપપ્રમુખ વિજયસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ શૈફાલી ઉપાધ્યાય, જિલ્લા અગ્રણી અશ્વિન પટેલ, નરેન્દ્રસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...