ધરપકડ:વેપારીના રૂપિયા ભરેલી થેલીની ચીલઝડપ કરી જનાર 2 પકડાયા

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 2.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો

ગોધરાના ગીદવાણી રોડ પર જયઅંબે જનરલ સ્ટોરના દિપક બાલવાણી રાત્રે દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. એકટીવા પર ત્રણ સવારીમાં છેલ્લે દિપકભાઇ બાલવાણી રૂા.2,52,500 અને મોબાઇલ થેલીમાં મુકી થેલો પકડીને વૃદાવનનગર સોસાયટીમાં જતાં હતા. એકટીવા હનુમાન મંદિર પાસેથી પસાર થતાં હતા. તે દરમ્યાન બાઇક પર 2 ઇસમો આવીને એકે થેલો ઝુંટવીને ભાગ્યા હતા.

ગોધરા એ ડીવીઝન મથકે રૂા.2.52,500 રોકડા અને મોબાઇલ લુંટની ફરીયાદ નોધાઇ હતી. ગોધરા એસઓજી પીઆઇ એમ.કે.ખાંટને બાતમી મળી કે મુસ્લીમ સોસાયટીમાં રહેતા અશરફ બલ્લુ તથા સમીર બક્કરનાઓ ચોરી કરી મુદ્દામાલ ઘરે છુપાવેલ છે. હાલ તેઓ ઘરે હાજર છે. તેવી બાતમીના આધારે એસઓજી તથા બી ડીવીઝનના સ્ટાફે તેઓના ઘરે છાપો મારીને બંને પકડી પાડયા હતા.

તેમના ઘરની ઝડતી કરતાં કાળા કલરની થેલીમાંથી રોકડા રૂા.1,03,150 અને મોબાઇલ મળ્યો હતો. અેસઅોજી પોલીસે ચોરીના રૂા.2.20 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકની ચીલઝડપની ફીરયાદનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...