અકસ્માત:ગોધરાના સામલી બેટિયા નજીક ડમ્પરની અડફેટે બે વ્યકિતના મોત

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ જણા બાઇક ઉપર સિવિલમાં દવા લેવા જતાં અકસ્માત, 1 ગંભીર
  • ગોધરા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઇ

ગોધરાના સામલી બેટીયા ગામ પાસેના રોડ ઉપર ડમ્પરે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર 3ને ગંભીર ઇજાઅો થતાં બે યુવાનના ધટના સ્થળે મોંત નિપજયા હતા. અેક ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરા લઇ ગયા હતા. અકસ્માતની ગોધરા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાઇ હતી.

શહેરા તાલુકામાં ખરોલી ગામે રહેતા સોમાભાઈ પટેલીયાનો પુત્ર નિલેશભાઇ તેમજ તેનો ભત્રીજો અલ્પેશભાઇ અને તેઓના બનેવી અશોકકુમાર ગોધરા સિવિલ હોસ્પિટલમાં અલ્પેશભાઇના પગમાં દુખાવાની દવા ચાલતી હોવાથી ત્રણેય યુવાનો અેક બાઈક પર બેસીને ગોધરા તરફ આવી રહ્યા હતા. ત્યારે સામલી બેટીયા ગામ નજીક નાળાથી થોડે આગળ અેક અજાણ્યા ડમ્પર ચાલકે પોતાના કબજાના ડમ્ફરને પુરપાટ હંકારીને બાઇકને અફડેટમાં લેતા બાઇક સવાર 3 યુવાનોને ગંભીર ઇજાઅો કરીને ડમ્ફર ચાલક ડમ્ફર લઇને નાસી ગયો હતો.

અકસ્માતમાં અલ્પેશભાઈ અને નિલેશભાઇને ગંભીર ઈજાઓ પહોંતા બંને યુવાનોનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું, જ્યારે અશોકકુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા વધુ સારવાર અર્થે તેઓને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. પરિવારના બે યુવાનોના મોંતથી મામત છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...