ફરીયાદ:ગોધરા સબજેલમાંથી કાચા કામના આરોપી પાસેથી બે મોબાઇલ મળ્યા

ગોધરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેક અઠવાડીયામાં મોબાઇલ મળી આવવાનો બીજો બનાવ બન્યો

ગોધરા સબજેલમાં પોલીસ બદોબસ્ત હોવા છતાં કેદીઅો પાસેથી મોબાઇલ ફોન મળતા સબજેલ પ્રસાશનની બેદરકારી દેખાઇ અાવી છે. ગોધરાના સબજેલના કાચાકામના કેદીના ઝબ્બામાંથી મોબાઇલ ફોન મળ્યાની તપાસ ચાલુ પણ નહિ થઇ હોય ત્યારે ગોધરા સબજેલના બેરેકમાં કાચાકામના કેદી પાસેથી અેક ચાલુ હાલતમાં અને તુટેલો મોબાઇલ મળતાં સબજેલમાં બહારથી મોબાઇલ કેવી રીતે અાવે તેની ધનીષ્ઠ તપાસ જરૂરી બની છે. ગોધરા બસ જેલમાં ફરજ બજાવતાં સ્ટાફ દ્વારા કેદીઅો પર દેખરેખ રાખવાની હોય છે.

તા.17 માર્ચે બેરેક નં-44માં રહેતા કેદીઅોની અંગઝડતી કરતાં ઇશાક બિલાલ બદામ પાસેથી મળી અાવેલ પોટલું ચેક કરતાં પ્લાસ્ટીકની થેલીમાં ફોન તુટેલી હાલતમાં તેમજ બેટરી તથા ચાર્જર મળી અાવ્યો હતો. મોબાઇલ પ્રતિબંધીત હોવા છતાં કાચાકામના અારોપી પાસેથી બે મોબાઇલ ફોન મળી અાવતાં ગોધરા સબજેલના ઇ.ચાર્જ અધિક્ષકે અે ડીવિઝન પોલીસ મથકે મોબાઇલ ધુસાડયો હોવાની ફરીયાદ નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...