કાર્યવાહી:ગોધરામાં હોળી પર્વે વેચવા લાવેલા દારૂ સાથે બે ઝબ્બે

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી ટ્રાવેલ્સમાં ગોધરા આવતા ઝડપાયાં

હોળી તહેવારમાં અઢળક કમાણી કરવા ગોધરાના બે યુવાનો દારૂનો જથ્થો રાજસ્થાનના બાસવાડાના ઠેકા પરથી લઇને ટ્રાવેલ્સમાં ગોધરા અાવતાં હતા. પરંતું પોલીસને બાતમી મળતાં ગોધરાના બે યુવાનોને દારૂના જથ્થા સાથે પકડી પાડીને કાર્યવાહી કરી હતી. ગોધરાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો મનીષ રમણભાઇ પરમાર અને સુવિધા નગર સોસાયટીમાં રહેતો મહેન્દ્ર દોલતરામ બાલવાણી હોળીના તહેવારમાં દારુનુ વેચાણ કરવા દારુનો જથ્થો રાજસ્થાનના બાસવાડાના ઠેકા પર લેવા ગયા હતા.

ઠેકા પરથી દારૂની બોટલો લઇને બંને જણા ખાનગી ટ્રાવેલ્સમાં ગોધરા અાવતાં હતા. બે યુવાનો દારુનો જથ્થો લઇને ગોધરા પરવડી ચોકડી પર ઉતરીને ઉભા હતા. તે દરમ્યાન પેટ્રોલીગ કરતી અેલસીબી પોલીસને શંકા જતાં પોલીસે બે યુવકો પાસની બેગમાં તપાસ કરતાં રૂ 26500ની દારૂની બોટલો મળી અાવી હતી. પોલીસે મનીષ અને મહેન્દ્રને પકડી પાડીને ગોધરા તાલુકા પોલીસ મથકે બે સામે પ્રોહિનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...