પ્રશ્નોત્તરી દ્વારા ચૂંટણી માર્ગદર્શન:ગોધરામાં BRGF હોલ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને તાલીમ; સોંપાયેલી કામગીરી અંગે માર્ગદર્શન અપાયું

પંચમહાલ (ગોધરા)4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે જિલ્લામાં ચૂંટણીલક્ષી નિમાયેલા ઓબ્ઝર્વરઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં પ્રશ્નોત્તરી દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને સોંપવામાં આવેલી કામગીરી વિશે વધુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ફરજો- કામગીરી અંગે વિસ્તૃત સમજણ આપી
ગોધરા સ્થિત બી.આર.જી.એફ. હોલ ખાતે પંચમહાલ જિલ્લામાં ચૂંટણીલક્ષી નિમાયેલા ઓબ્ઝર્વરઓની હાજરીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તાએ મતદાન મથક પરની મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પર દેખરેખ રાખવા તેમજ આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરવામાં આવે તે માટે માઈક્રો ઓબ્ઝર્વર તરીકેની ફરજો- કામગીરી અંગે વિસ્તૃત સમજણ આપી હતી. આ તાલીમમાં જનરલ ઓબ્ઝર્વર શક્તિસિંહ રાઠોર, દેબાજ્યોતિ દત્તાએ ઉપસ્થિત રહી, પ્રશ્નોત્તરી દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને સોંપવામાં આવેલી કામગીરી વિશે વધુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...