યુવકે જીવન ટૂંકાવ્યું:રેલવે ફાટક પાસે માલગાડીની અડફેટે યુવાનનુ કરુણ મોત; મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલવે ફાટક પાસે એક યુવાનનું માલગાડી ટ્રેન નીચે આવી જતા તેનું કરુણ મોત નિપજ્યું હતું. જેના કારણે આજુબાજુના લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ ગોધરા રેલવે પોલીસને થતા તેઓ ઘટનાસ્થળ ઉપર દોડી આવી મૃતક ક્યાંનો છે તેની તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવાનના ખીસ્સામાંથી મળેલા મોબાઇલના આધારે રેલવે પોલીસે મૃતક યુવાનના માસીના છોકરા સાથે વાતચીત કરતા મૃતક યુવાન ગોધરા તાલુકાના કંકુ થાભલા ગામનો રહેવાસી છે, તેવું તપાસમાં બહાર આવ્યું હતું.

યુવાનની ઓળખ છતી કરવા માટે તપાસ હાથ ધરી
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોસ્ટેબલ અલ્પેશ બાબુ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગોધરા શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે એક યુવાન માલગાડી ટ્રેન નીચે આવી ગયો છે. તેવું ગોધરા રેલવે સ્ટેશન માસ્ટર દ્વારા વર્ધી આપવામાં આવી હતી. જે વર્દીના આધારે રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવાનની ઓળખ છતી કરવા માટે તપાસ હાથ ધરી હતી.

મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો
જેમાં મૃતક યુવકના ખિસ્સામાંથી મળેલા મોબાઈલના આધારે તેના માસીના છોકરા દીપક માછી સાથે ટેલિફોનિક વાત કરતા મૃતકનું નામ મુકેશ ચંદુ માછી કે જેઓ ગોધરા તાલુકાના કંકુ થાભલા ગામનો વતની છે. પોલીસે મૃતક મુકેશના મૃતદેહ ઉપર કબજો મેળવી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...