ગણપતી પંડાલમાંથી એમ્પ્લિફાયરની ઉઠાંતરી:ગોધરા શહેરમાં તસ્કરોનો તરખાટ; ગણેશ પંડાલમાંથી એમ્લિફાયર અને સ્પીકરની ચોરી, ઘટના CCTVમાં કેદ

પંચમહાલ (ગોધરા)25 દિવસ પહેલા

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થીના પર્વનો માહોલ ચાલી રહ્યો છે. દરેક ગોધરાવાસીઓ આનંદ અને ઉલ્લાસ સાથે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે. ત્યારે બીજી તરફ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરના ભરચક વિસ્તાર એવા સ્વામિનારાયણ મંદિર પાસે એક યુવાન ગણેશ પંડાલમાં મૂકી રાખેલ એમ્પ્લિફાયર અને સ્પીકરની ચોરી કરી લઇ જતા વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગોધરા શહેરના સ્વામિનારાયણ નવ યુવક મંડળના યુવાનોએ જણાવ્યું હતું કે હાલ ગણેશ ચતુર્થીનો પાવન અવસરમાં કેટલા લોકો ગણપતિ બાપાના દર્શનાર્થે આવે છે ત્યારે રાત્રિના 3.54 વાગ્યાના સુમારે એક યુવાન છોકરો ગોધરાના જહુરપુરા શાકમાર્કેટમાંથી ચાલતો ચાલતો આવે છે અને આમ તેમ નજર માર્યા બાદ સ્વામિનારાયણ મંદિર પાસે મૂકવામાં આવેલા ગણપતિ બાપાના પડાલમાં મૂકી રાખેલ એમ્પ્લીફાયર અને સ્પીકરને માથા ઉપર મૂકીને લઈ જતો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

જેથી સ્વામિનારાયણ મંડળના યુવાનોએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી કે અમારા મંડળ માથી અજાણ્યો ચોર યુવાન છોકરો પડાલ માં મૂકી રાખેલ એમ્પ્લીફાયર અને સ્પીકર ની ચોરી કરી ફરાર થઈ ગયો છે. તેવી પોલીસ ફરિયાદ કરી હતી જેના કારણે બી ડીવીઝન પોલીસે આ બાબતે ગંભીર લઈને વધારે તપાસ હાથ ધરી છે. ત્યારે ગોધરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસે થયેલા એમ્પ્લીફાયર અને સ્પીકર ચોરીના કારણે અમુક ગણેશ મંડળો ચિંતિત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...