પંચમહાલ જિલ્લામાં હવે દરરોજ કોરોનાના કેસ મળી રહ્યા છે. સોમવારે એક સાથે ગોધરા તાલુકામાંથી 5 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આ તમામને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગોધરાના ગ્રામ્ય વિસ્તારમાંથી 1 તથા ગોધરા શહેરમાંથી 4 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતાં આરોગ્ય વિભાગ સચેત બન્યું છે.
ચોમાસામાં વરસાદી પાણી ભરાતાં જિલ્લામાં વાયરલ ફીવરના કેસોના મોટા ઉછાળા સાથે મેલેરિયાના દર્દીઓ વચ્ચે કોરોનાના 5 કેસ નોંધાતાં જિલ્લામાં કોરોનાના કુલ 11426 કેસ થવા પામ્યા છે. સોમવારે કોરોના 4 દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ છે. જિલ્લામાં હાલ કોરોનાના 19 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. ત્યારે કોરોના જિલ્લામાં વકરી રહ્યો હોવાથી સાવચેતી જરૂરી બની છે.
મહીસાગર જિલ્લામાં પણ સોમવારે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં લુણાવાડા તાલુકાની મહિલા કોરોના પોઝિટિવ આવી હતી. હાલ જિલ્લામાં કોરોનાના 3 દર્દીઓને હોમઆઇસોલેશનમાં રાખવમાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.