બસચાલકની સૂચકતાથી બચ્યો જીવ:સુરતથી ઝાલોદ તરફ જતી એસટી બસનું ટાયર ફાટ્યુ; 50 મૂસાફરોનો આબાદ બચાવ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

ગોધરા-વડોદરા હાઇવે રોડ ઉપર આવેલા દાહોદ બાયપાસ તૃપ્તિ હોટલથી આગળ સુરતથી ઝાલોદ તરફ એક એક્સ્ટ્રા બસ પેસેન્જર ભરી જઈ રહી હતી. એ દરમિયાન એસટી બસનું ટાયર ફાટી જતા એસટી બસચાલકે સ્ટેરીંગ ઉપર કાબૂ રાખ્યું હતું. પરંતુ રોડની સાઇટ ઉપર એક મોટો ખાડો હોવાના કારણે એસટી બસ ખાડામાં ઉતરી ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. પરંતુ એસટીબસના ચાલકની સતેજતાના પગલે બસમાં સવાર 50થી વધારે મુસાફરોનો આબાદ બચાવ કર્યો હતો .

પરંતુ એસટી બસ ઝાડ સાથે અથડાતા તેની ઉપર હાઈ વોલ્ટેજ વાયર પસાર થતા હતા. જે એકબીજા સાથે ટકરાતાં બંને વાયર જોઈન્ટ થતાં ઝાડ ઉપર આગ લાગી હતી. બનાવની જાણ ગોધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ઝાડ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...