ગોધરા તાલુકાના કાટડી મહાદેવ વાળા મોટા ફળિયામાં અજાણ્યા તસ્કરોએ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો. તિજોરીમાંથી ડ્રોવરનો લોક તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડા 57000 હજાર રૂપિયાની ચોરી કરી લઈ જતા કાકણપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવની પ્રાપ્ત અનુસાર, ગોધરા તાલુકાના મોટી કાંટડી મહાદેવ વાળા મોટા ફળિયામાં રહેતા મીનાબેન રાવજીભાઈ કુબેરભાઈ પટેલે પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, આજથી બે દિવસ પહેલા રાત્રિના સુમારે મોટી કાંટડી મહાદેવ વાળા મોટા ફળિયામાં પોતાના ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ તિજોરીના ડ્રોવરનો લોક તોડી તેમાંથી મૂકી રાખે સોનાનો અછોડો, સોનાની જૂની વીંટી, સોનાની જુની બુટ્ટી, સોનાની જુની કડીઓ, ચાંદીના ઝાંઝર, અઢીસો ગ્રામના ચાંદીના જુના સિક્કા અને ચાંદીના સાંકડા જુના તેમજ રોકડા 15000 રૂપિયા મળી કુલ 57000 હજારની ચોરી કરી હતી. સોના ચાંદીના દાગીના આશરે 30 વર્ષ પહેલાં તેમના સાસુ-સસરા દ્વારા લગ્નની પહેરામણીમાં આપવામાં આવ્યા હતા. જેથી મીનાબેને કાંકણપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાંકણપુર પોલીસે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.