હનુમાન ભક્તોમાં રોષ:ગોધરામાં આઇજી ઓફિસ પાસેની હનુમાનજીની ડેરીને ફરતે બનાવેલી દીવાલ પાલિકા દ્વારા તોડાઇ

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદમાં દાદાની શાંતિથી પૂજા કરવા ભક્ત દ્વારા ડેરીની ફરતે નાની દીવાલ બનાવવામાં આવી હતી
  • ચીફ ઓફિસર તથા અધિકારીઓએ બાંધકામ તોડી પાડતાં હનુમાન ભક્તોમાં રોષ

ગોધરા આઇજી રેન્જ કચેરી પાસે ટેલીફોન ઓફિસની દિવાલને અડીને વર્ષો જુની ભગવાન હનુમાનજીની ડેરી આવેલી છે. જયાં હનુમાન ભક્તો ભગવાનની પુજા અર્ચના કરીને ધન્યતા અનુભવતા હતા. ચોમાસામાં ડેરી પર વરસાદી પાણી પડતા ડેરી પર પતરાના શેડ બના વ્યા છે. હનુમાનના દર્શન કરી પૂજા પાઠ કરવા ભક્તે ડેરીની ફરતે નાની દિવાલ બનાવવાની કામગીરી ચાલુ કરી હતી.

કારીગર ડેરીને ફરતે બાંધકામ કરતાં હતા. પાલીકાના ચીફ ઓફિસર તથા અધિકારીઓ આવીને ટ્રાફિકને અડચણ પડે છે. તેમ કહીને ડેરીની ફરતે કરેલ બાંધકામ તોડી નાખ્યું હતું. હાજર અધિકારીઓએ ઉપરથી તોડવાનો આદેશ આવ્યો હોવાનુ જણાવતા રોષ વ્યક્ત કર્યો હતો. ભક્તે આક્ષેપ કર્યો કે પાકા દબાણ પાલિકાને દેખાતા નથી અને નાની ડેરીનું દબાણ દેખાય છે જે બાબત શરમજનક છે.

ગેરકાયદે બાંધકામ દુર કરવાની નોટીસો આપે છે. પરંતુ દિવાલ તોડવા નોટીસ આપ્યા વગર તોડી નાખી નો આક્ષેપ ભક્ત યોગેશ રાણાઅે કર્યો જયારે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે રોડ ઉપર ડીવાઇડર આવેલ છે. દિવાલ ટ્રાફિકને અડચણ પડતી હતી તેથી તોડી નાખ્યું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...