ફરિયાદ:ગોધરામાં હથિયારથી માર મારતો વીડિયો વાયરલ થયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો

ગોધરાના વ્હોરવાડથી મેસરી નદીના જવાના ઢાળ પર અેક કાર સવાર પોતાની કાર લઇને અાવતો હતો. તે દરમ્યાન બે બાઇક પર 6 ઇસમો અાવીને કારને રોકી હતી. હથીયાર સાથે અાવેલા ઇસમોઅે કારની તોડફોડ કરીને ઇસમને બહાર કાઢી મારમારતો વિડીયો સોસિયલ મિડીયામાં વાઇરલ થયો હતો.

પોલીસ ફરિયાદ મુજબ કાર લઈને આવતા મહેફુજ ઉર્ફે કચૂકો આદમ ઘંત્યાને તારી બહેને કરેલી ફરિયાદ પાછી કેમ ખેચાવતો નથી કહીને વ્હોરવાળ ઢાળ પર સુફિયાન ઉર્ફે માવજા સિદીક બક્કર, આમીર ઈદ્રીસ હઠીલા ઉર્ફે ઇદા, બસીર સિદિક મીઠાભાઈ, ઇસ્માઇલ ઊર્ફે સુલતાન અબ્દુલ રહીમ હાજીયા તથા આસિફ ઈદ્રીસ હઠીલાએ હાથમાં તલવાર તથા પાઇપો લઈને આવી આજે તને મારી નાંખવાનો છે કહી ને મહેફુજ ધત્યાને હથિયાર થી મારમારી ઈજાઓ કરી હતી. ઇમરાન લતીફ ગાંજી નાએ કારમાંથી મોબાઈલ અને વીસ હજાર ની લૂંટ કરી હોવાની ફરિયાદ નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...