જામીન નામંજૂર:ગોધરાના મુસ્લિમ આગેવાન પર હુમલા કરનાર બેના આગોતરા જામીન નામંજૂર

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાખવાની ધમકી આપનાર 12 સામે ફરિયાદ નોંધાઇ

ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજના એક યુવકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ધાબા ઉપર થી પડતું મૂકીને આપઘાત કરી લીધેલ હતો. આ બનાવને લઇને કેટલાક માથાભારે ઇસમોઅે આપઘાત કરનાર યુવકને કોઈકે મારી નાખેલ છે. તેવા મેસેજ સોશિયલ મીડિયામાં ફેરવી અને ગોધરા શહેરના અમુક વિસ્તારો બાનમાં લઇ અફરાતફરી મચાવી હતી. ત્યારબાદ આ ઝનુની બનેલા ટોળાએ મુસ્લિમ સમાજના આગેવાનોના મકાન તેમજ તેમના ધંધાના સ્થળે પત્થરમારો કર્યો હતો. ફારુકભાઇ કેસરીને બેરહમીપૂર્વક મારમારી તેમની પાસેથી નાણાંની લુંટ કરવામાં આવી હતી.

જે બનાવની ફરિયાદ મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નામ જોગ આરોપીઓ વિરુદ્ધ નોંધાવતા આરોપી શકીલ અશરફ બડંગ તથા આરોપી સિકંદર ઈશાક બેલીનાઅોઅે આગોતરા જામીન ઉપર મુકત થવા માટે પંચમહાલના એડિશનલ શેસન્સ જજ ઈ.એમ.શેખની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે જામીન અરજીની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલો તથા પોલીસ તપાસના કાગળોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

જયારે બુધવારે બીજી ફરીયાદ નોધાઇ હતી. જેમા 27 મેના રોજ ગોધરાની કોઠી સ્ટીલ કંપનીના કમ્પાઉન્ડમાં બિલાલ યાકુબ બક્કર, સિકંદર ઇશાક બેલી, રફીક ઇબ્રાહીમ હસુ કડીયા ઉર્ફ રફીક ચમડો, ઇમરાન મંહમદ હનીફ જર્દા, જાફર બિલાલ ડમરી, ઇરશાદ બિલાલ ડમરી, શકીલ અશરફ ભડંગ, ઓવેશ આરીફ ભોચું, ફરહાન રફીક હસુ કડીયા ઉર્ફ ચમડો, રમીઝ રમજાની મીઠા, યામીન સુલેમાન પીર ઉર્ફ ટાઇગર, બિલાલ તૈયબ અસ્લાનાનાઅો હાથમાં સળીયા પાઇપો જેવા મારક હથિયારો લઇને અાવીને ફિરદોશ કોઠીને જાનથી મારી નાખીશું તેવી ધમકીઅો અાપી હતી. બનાવ કંપનીના સીસીટીવીમાં કેદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...