ગણેશ ઉત્સવમાં અનોખુ આયોજન:ગોધરામાં ભારત મહાસત્તાના પ્રયાણ તરફ આધારિત એક એપિસોડના માધ્યમથી થીમ તૈયાર કરવામાં આવી

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા પંથકમાં દુંદાળા દેવ ગણપતિ બાપાના વિધિવત સ્થાપના કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિવિધ મંડળો દ્વારા પોતાના પડાલો ને અવનવી થીમ બનાવી તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલ લુહાર સુથાર ફળિયા યુવક મંડળના આયોજકો દ્વારા આ વર્ષે તેમના પડાલમાં ભારત દેશ એક મહાસત્તા તરફ આગળ વધી રહ્યો છે. તેના આધારિત એક એપિસોડના માધ્યમથી એક થીમ તૈયાર કરવામાં આવી છે. જેનું નામ છે યદિ નરેન્દ્રભાઈ મોદી 2024 મેં દુબારા પીએમ હો ગયા તો ભારત મહાસત્તા...તેવું રાખવામાં આવ્યું છે.

લુહાર સુથાર ફળિયા યુવક મંડળનું આયોજન
ગોધરા શહેરમાં આવેલ લુહાર સુથાર ફળિયા યુવક મંડળના આયોજક દ્વારા આ વર્ષે તૈયાર કરવામાં આવેલી થીમ કે યદિ નરેન્દ્રભાઈ મોદી 2024 મેં દુબારા પીએમ હો ગયા તો ભારત મહાસત્તા તેવી થીમમાં રશિયા, યુક્રેન, અમેરિકા, અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધનું નિર્માણ થાય છે. એની અંદર ભારતના સૈનિકોનો વિજય મેળવતા આગેકૂચ કરી રહ્યા છે અને તેમાં ભારતના સૈનિકો રશિયા, યુક્રેન, અમેરિકા, અફઘાનિસ્તાનને હરાવી વિજય મેળવતા બતાવવામાં આવ્યા છે. જ્યારે ભારતના સૈનિકો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપે છે અને નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્ર જોગ પ્રવચન કરતા બતાવવામાં આવ્યા છે. તેવી થીમ લુહાર સુથાર ફળિયા યુવક મંડળના આયોજક દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ઘણા કાર્યક્રમો ગણેશજીના આશીર્વાદથી સફળ રહ્યા
દિવ્ય ભાસ્કરની ટીમે ગોધરા શહેરમાં આવેલ લુહાર સુથાર ફળિયા યુવક મંડળના આયોજક લાલાભાઈ સોનીને મળ્યા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમારા ત્યાં ગણપતિ બાપાની જે મૂર્તિ મૂકવામાં આવી છે તે ખરેખર ચમત્કારી જગ્યા છે. જ્યાં ભૂતકાળમાં કરવામાં આવેલા દરેક કાર્યક્રમો સફળ રહ્યા છે. જ્યારે અમે 2013માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા. ત્યારે અમે એક કાર્યક્રમ અંતર્ગત યદિ નરેન્દ્રભાઈ મોદી 2014 મેં સીએમ સે પીએમ હોગા તો તેના ઉપર એક થીમ રજૂ કરી હતી અને 2014માં નરેન્દ્રભાઈ મોદી પીએમ બન્યા હતા. આ ઉપરાંત અજમલ કસાબને ફાંસી આપતી થીમ બનાવી હતી અને બીજા વર્ષે અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી. 370, 35A હટાવો માટે અમે ગણેશજીના આશીર્વાદથી આ કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો અને બીજા વર્ષે 370, 35A હટાવી દેવામાં આવ્યો હતી. આવા તો ઘણા કાર્યક્રમો કર્યા અને ગણેશજીના આશીર્વાદથી સફળ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...