હડતાળ:પાલિકામાં હડતાળ સમેટાઇ પણ પેન્શનરો કહે છે, ખાતામાં જમા થાય તો જ પારણાં

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા પાલિકાને આર્થિક સહાય કરવા પેન્શનરોએ રસ્તા પર ભીખ માગી હતી

ગોધરા નગર પાલીકાના 295 પેન્શનરોને ચાર માસથી પેન્શન ન મળતા સાત દિવસથી પાલીકાની સામે હડતાળ પર ઉતર્યા હતા. પાલીકામાં પેન્શનરો રજુઅાત કરતાં પાલીકા અાર્થીક પરિસ્થીતિ સારી ન હોવાથી અઠવાડીયામા અેક પેન્શન અને બીજા 15 દિવસ બાદ બીજુ પેન્શન અાપવાની વાત કરી હતી.

પાલિકાની તિજોરી ખાલી હોવાથી સોમવારે પેન્શનરો પાલીકાની સામે નગરજનો પાસે ભીખ માંગીને પાલીકાને પૈસા અાપ્યા હતા. ત્યારબાદ પાલીકા દ્વારા 160 પેન્શનરોને અેક માસનું પેન્શન ચુકવી દેવામાં અાવ્યુ હતું. બાદમાં ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા પેન્શનરો સાથે વાતચીત કરીને પેન્શનરોને પેન્શનનો ચેક પાલીકા દ્વારા અાપવામાં અાવ્યો હતો.

જેથી પાલીકા પ્રમુખ ધારાસભ્યના પ્રયાસથી પેન્શનરોની હડતાઇ સમેટાઇ ગઇ હોવાનું જણાવ્યું છે. જયારે પેન્શનરોને પાલીકાઅે પેન્શનનો અાપેલો ચેક બેેંકમાં જમા કરાવ્યો છે. જે બુધવારે પેન્શનરોના ખાતાંમાં જમા થઇ જશે તો હડતાળ સમેટાઇ જશે.

પેન્શનરોના ખાતામાં પેન્શન જમા નહિ થાય ત્યાં સુધી હડતાળ ચાલુ
અાજે અમને સપ્ટેમ્બર માસનું પેન્શન ચુકવી દીધું છે. અને પાલીકાઅે અોકટોબર માસનું પેન્શન બેંકના નાખી દીધું છે. અમારા પેન્શનરો બહુમતીથી પેન્શન બેંકમાં જમા થઇ જશે તો અમે હડતાળના પાંરણા કરી દઇશું. પેન્શનરોના ખાતામાં નાંણા જમા નહિ ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ છે: રાજેશભાઇ સોની, પેન્શનર

અન્ય સમાચારો પણ છે...