ગોધરા નગર પાલિકા ખાતે ફાયર વિભાગની કચેરી અાવેલી છે. અા ફાયર વિભાગની છત જર્જરિત હોવાથી અવાર નવાર છત પડવાના કિસ્સા બનતા કર્મીઅોમાં ભય ફેલાયો હતો. ફાયર વિભાગની કચેરીની છત જર્જરિત હાલતમાં હોવાથી પ્લાસ્ટરના પોપડા તુટતા હોય છે. સદભાગ્યે કોઈ કર્મચારીને ઇજા પહોંચી નથી.
ત્યારે ગોધરા નગર પાલિકાના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગની કચેરીની મરામત કરાવવા અનેક વાર રજુઅાત કરી હતી. તેમ છતાં અત્યાર સુધી કોઇ મરામત કરવામાં અાવી નથી. ગોધરા ફાયર વિભાગમાં શૌચાલયનો દરવાજો પણ છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી તૂટી ગયેલી હાલતમાં છે.
વારંવાર ફરિયાદ કરવા છતાં આ અંગે કોઇ સાંભળતા ન હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. ત્યારે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં જ્યાં પણ કોઈ આકસ્મિક ઘટના બને તો ફાયર વિભાગ તાબડતોબ પહોંચી જઈ ફરજ અદા કરે છે. ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓને પડતી તકલીફો કયારે દુર થશે તે તો પાલિકાના સત્તાધીશો જણાવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.